Aapnu Gujarat
ગુજરાત

મહેલાણ ગામે પાનમ સિંચાઈ આધારિત ઉદવહન યોજનાનું ખાતમુહુર્ત કરતા મુખ્યમંત્રી

પંચમહાલના શહેરા તાલુકાના મહેલાણ ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાતમુર્હત અને લોકાપર્ણ પ્રસંગે આવ્યાં હતાં. ધારાસભ્ય અને પદાધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાને સભાને સંબોધતા જણાવ્યુ હતું કે, પંચમહાલ જિલ્લાને રૂ. ૭૦૫ કરોડના વિકાસ કામોની ભેટ માત્ર એક જ દિવસમાં મળી છે તે આજે રાજ્ય સરકારના બજેટનું કદ ૨.૧૦ લાખ કરોડ રૂપિયાનું છે. વધુમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, ભૂતકાળમાં ચૂંટણી ટાણે જ યોજનાના ખાતમુહુર્તના નાટકો કરવામાં આવતાં હતાં અને મત મળી જાય પછી એ યોજનાને ભૂલી જવાતી હતી પણ અમારી સરકાર જે યોજનાના ખાતમુહુર્ત કરે છે એના લોકાર્પણ પણ કરે છે. અમે જે કહીએ છીએ તે કરીએ છીએ અને જેટલું થઇ શકે એમ હોય એટલું જ કહીએ છીએ. ઉક્ત વાતનું ઉદાહરણ આપતા રૂપાણીએ જણાવ્યું કે, નર્મદા ડેમનું ખાતમુહુર્ત દાયકાઓ પૂર્વે થયું પણ, તે બાદ તે યોજનાને વિસારે પાડી દેવાના પ્રયત્નો થય તેમાં અનેક પ્રકારના રોડા નાખવામાં આવ્યા અને હવે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ તે યોજના પૂર્ણ થઇ. વેકસીનને લઈને જણાવ્યું હતું કે, કોરોનાની વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સામે જંગ જીતવાની તૈયારીમાં છે. કેન્દ્ર સરકાર દ્વારા એક રસીના આકસ્મિક ઉપયોગની મંજૂરી આપી દેવામાં આવી છે. હવે આગામી એકાદ અઠવાડિયા બાદ રાજ્યમાં કોરોના વાયરસ સામે વેક્સિનેશનનો પ્રારંભ કરવામાં આવશે. પાનમ જળાશય આધારિત ઉદ્દવહનથી તળાવ ભરવાની યોજનાના કામો અને રૂ. ૧૩૮ કરોડના ખર્ચે તૈયાર થનાર પાનમ હાઇલેવલ કેનાલ આધારિત ઉદ્દવહનથી તળાવ ભરવાની યોજના કામોનું ખાતમુહૂર્ત સાથે સાથે અન્ય ત્રણ તાલુકાના વિકાસના લોકાપર્ણ કામો કર્યાં હતાં.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

IIT-B Darshan death: દર્શન સોલંકી આપઘાત કેસમાં ઉશ્કેરણી કરવા બદલ ક્લાસમેટની ધરપકડ

aapnugujarat

બિપોરજોયના કારણે મોબાઈલ નેટવર્ક ઠપ નહીં થાય

aapnugujarat

कभी गहरे दोस्त थे पीएम मोदी और प्रवीण तोगड़िया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1