Aapnu Gujarat
રાષ્ટ્રીય

એવું લાગે છે કે રાષ્ટ્રપતિ ચોક્કસ કોઈના દબાણમાં છે : અશોક ગહેલોત

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાનુનના સામે છેલ્લા એક મહિનાથી ખેડુતો વિરોધ કરી રહ્યાં છે અને આ મુદ્દે રાજકિય પક્ષો પણ કેન્દ્ર સરકારની સામે પડ્યા છે. ગુરુવારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ૨ કરોડ ખેડુતોની ગઈકાલે જયારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરવા ગયા ત્યારે પ્રિયંકા ગાંધીની અટકાયત કરવામાં આવી હતી. આ વચ્ચે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે નિશાન સાધ્યું છે.તેમણે કહ્યું કે, પંજાબ, રાજસ્થાન, છત્તીસગઢ અને પોંડીચેરીના મુખ્યમંત્રીઓ રાષ્ટ્રપતિને મળવાની વિનંતી કરી હતી. પરંતુ રાષ્ટ્રપતિ પર એટલું દબાણ હોવું જોઈએ કે ચાર મુખ્યમંત્રીઓ મળવા માંગતા હતા, પરંતુ તેઓ તેઓને મળી શક્યા નહીં. આ મારી ધારણા છે. કૃષિ કાનુન પર કેન્દ્ર સરકારનું અડિયલ વલણ મારી સમજની બહાર છે.પ્રદર્શનકારી ખેડુતો સાથે આમને-સામને વાત કરવાની હિંમત મોદીજીમાં નથી. ખેડુતોના બેંક ખાતામાં ૧૮ હજાર કરોડ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવાની વાત સરકાર કરે છે પરંતુ હું કહેવા માંગું છું કે વચેટિયા હજુ પણ છે અને પુરી રકમ ખેડુતો સુધી નથી પહોંચતી. પરંતુ રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે પીએમ સહિત આપણે સૌ ખેડુતોને અપીલ કરવા માંગીએ છીએ કે બેસીને દરેક કાનુન પર અમારી સાથે ચર્ચા કરો. હું તો તે પણ અનુરોધ કર્યો છે કે તમે કૃષિ તજજ્ઞોને લાવવા માંગો છો તો તેમને પણ લઈને આવો. આ સરકાર વાતચીત માટે તૈયાર છે.

Related posts

પશ્ચિમને તબીબો આપવાના મામલે ભારત સૌથી આગળ

aapnugujarat

દેશમાં હીટવેવના કારણે ૯ વર્ષમાં ૬૧૦૦થી વધુ નાગરિકોના મોત નિપજ્યા

aapnugujarat

મહારાષ્ટ્રમાં ઓક્સિજનની અછત સર્જાતા ૧૦ કોરોના દર્દીઓના મોત

editor

Leave a Comment

UA-96247877-1