Aapnu Gujarat
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં ઓક્સિજનની અછત સર્જાતા ૧૦ કોરોના દર્દીઓના મોત

ગુડી પડવાના દિવસે જ વસઈમાં કોરોનાની સારવાર મેળવી રહેલા ૧૦ દર્દીઓનું કથિત રીતે ઓક્સિજન ન મળવાથી મોત નિપજ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. સૌથી વધારે મોત ટેર્ટિઅરી કેર સેન્ટર અને નાલા સોપારામાં આવેલી વિનાયક હોસ્પિટલમાં નોંધાયા છે. જોકે, હોસ્પિટલો દ્વારા ઓક્સિજનની અછત સર્જાઈ હોવાના આક્ષેપો ફગાવવામાં આવ્યા હતા અને જણાવવામાં આવ્યું હતું કે,દર્દીઓ અગાઉથી ગંભીર કો-મોર્બિડિટી ધરાવતા હોવાથી તેમના મૃત્યુ થયા છે.
નાલા સોપારાના ધારાસભ્ય ક્ષિતિજ ઠાકુરે જણાવ્યું, “હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેનું આ ઘટના પર ધ્યાન દોરવા માંગુ છું. વસઇ તાલુકામાં ઓક્સિજનની તીવ્ર અછત છે. નોંધનીય છે કે, હયાત જથ્થો ફક્ત ત્રણ કલાક સુધી ચાલી શકે છે. દુર્ભાગ્યવશ, અમારા વિસ્તારમાં ઓક્સિજનનો પુરવઠો ન હોવાથી ૩ લોકો પહેલાથી જ જીવ ગુમાવી ચૂક્યા છે. આ ગંભીર બાબતને તપાસવા અને વસઈને પૂરતો ઓક્સિજન પુરવઠો પૂરો પાડવાની વિનંતી કરું છું. જેથી કોઈ વધુ જાનહાની થાય નહિ.” તેમણે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને પણ આ ઘટનામાં હસ્તક્ષેપ કરવા માટે રજૂઆત કરી હતી.
ભારતીય જનતા પાર્ટીના વિરોધ પક્ષના નેતા પ્રવિણ ડેરેકર અને પૂર્વ સાંસદ કિરિટ સોમૈયાએ સ્થાનિક પ્રશાસન પર પ્રહાર કરતા જણાવ્યું, ગુડી પડવાના દિવસે સર્જાયેલી આ ઘટના ખુબ જ દયનીય છે. પ્રશા

Related posts

माब लिंचिंग पर कानून का इंतजार करेंगे : मौलाना कलबे जावद

aapnugujarat

रक्षामंत्री राजनाथ सिंह ने 43 पुलों का किया लोकार्पण

editor

हिंदू शरणार्थियों को मिलेगी नागरिकता, अफवाह पर न करें भरोसा : अमित शाह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1