Aapnu Gujarat
ગુજરાત

વડોદરા તાલુકાના ભાજપ સંગઠનના હોદ્દેદારોની નિમણૂંક કરાઈ

ભારતીય જનતા પાર્ટી દ્વારા પાર્ટી સંગઠનને વધુ મજબૂત કરવા વડોદરા જિલ્લા તથા તાલુકામાં નવીન સંગઠન રચના કરવા જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલ અને ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા તથા વડોદરાના સાંસદ રંજન ભટ્ટની ઉપસ્થિતિમાં વડોદરાના તાલુકાના સંગઠનના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે અણખી ગામના દેવેન્દ્રસિંહ ફતેહસિંહ પાટણવાડીયા ઉર્ફે દેવા ઠાકોર તેમજ મહામંત્રી પદે પાર્થ પટેલ સહિતના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી જેમાં બે મહામંત્રી, છ ઉપ પ્રમુખ, છ મંત્રી અને કોષાધ્યક્ષ સહિત કુલ ૧૬ કારોબારહની રચના કરવામાં આવી હતી. આ કારોબારી વડોદરા જિલ્લા સંગઠનને વધુ મજબૂત કરવા માટે નવનિયુક્ત હોદ્દદારો નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવે તેવી ડભોઇના ધારાસભ્ય શૈલેશ સોટ્ટા તથા સાંસદ રંજન ભટ્ટે અભિનંદન સાથે શુભેચ્છા આપી હતી. આ પ્રસંગે વડોદરા જિલ્લા મહામંત્રી ડૉ. બી.જે.ભ્રહ્મભટ્ટ, વકીલ અશ્વિન પટેલ, શશીકાંત પટેલ, ડૉ. સંદીપ શાહ, સુખદેવ પાટણવાડીયા, કલ્પના પટેલ, કાજલ દુલાણી, જય હો ટ્રસ્ટના હોદ્દેદારો સહિત ભાજહના કાર્યકરોએ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી.
(તસવીર / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)

Related posts

गुजरात के घरों पर दिखे रहस्यमयी एक्स के निशान : अहमदाबाद में एक चौकाने वाली खबर सामने आई

aapnugujarat

સાક્ષીએ કહ્યું સોહરાબુદ્દીન શેખ ગુજરાતના આઈપીએસ અભય ચુડાસમા માટે કામ કરતો હતો

aapnugujarat

Online workshop on Covid-19 & Covid Vaccine Plan & Covid Appropriate Behaviour for RJs held in Gujarat

editor

Leave a Comment

UA-96247877-1