Aapnu Gujarat
શિક્ષણ

ડભોઇ તાલુકાની ચીમનભાઈ પટેલ વિદ્યા સંકુલ દ્વારા કોવિડ ૧૯ જાગૃતિ અભિયાન યોજાયું

ડભોઇ તાલુકામાં આવેલ ચીમનભાઈ પટેલ વિદ્યા સંકુલ વેગા, તા. ડભોઇ, જીલ્લો વડોદરા ખાતે ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર પ્રેરિત પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર વડોદરા દ્વારા આયોજિત એલ એન્ડ ટી ચિયોડા લિમિટેડ વડોદરા પ્રયોજિત હાલની કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી લોક જાગૃતિ અભિયાન કાર્યક્રમ હાથ ધરેલ છે. કાર્યક્રમનાં ભાગરૂપે કોરોના વાયરસના ચેપ સામે કઈ રીતે બચવું તથા આપણી હવે પછીની જીવનશૈલી કેવી હોવી જોઈએ તેની માહિતી આપતા કોવિડ ૧૯ નિવારણ અને સંભાળ અંગે જાગૃતિ અભિયાન હાથ ધરેલ છે જેનો મુખ્ય હેતુ કોરોના મહામારીના સમયમાં સ્વયં રક્ષણ માટે લેવાતા જરૂરી પગલાઓ, વૈજ્ઞાનિક જીવનશૈલી વિશે દૃષ્ટિકોણ જાગે તેવા ઉમદા આશયથી સદર કાર્યક્રમ રાખ્યો હતો. આ પ્રસંગે ચીમનભાઈ પટેલ વિદ્યા સંકુલના આચાર્ય ડૉક્ટર સંતોષ દેવકર દ્વારા આ કાર્યક્રમમાં પધારેલ મહેમાનોનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. ચીમનભાઈ પટેલ વિદ્યા સંકુલના આચાર્ય તેમજ સ્કુલ સ્ટાફ દ્વારા તેમજ વિજ્ઞાન કેન્દ્રના કન્વીનર દિનેશ ગાંધી તથા તમામ મહેમાનશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)

Related posts

ધોરણ-૧૦નું પરિણામ મેના ચોથા સપ્તાહમાં જાહેર કરાશે

aapnugujarat

१२ स्कूलों में आरटीओ की ड्राइव : ४२ वाहन डिटेइन

aapnugujarat

DA-IICT પદવીદાનમાં ૪૩૭ વિદ્યાર્થીને ડિગ્રી મળી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1