Aapnu Gujarat
Uncategorized

ગોમટા ગામના ખેડૂત ફરવા ગયા મહાબળેશ્વર અને ત્યાંથી સ્ટ્રોબેરી ફ્રુટની ખેતી લઈ આવ્યાં

સૌરાષ્ટ્રના ખેડુતો સૌથી વધુ કપાસ અને મગફળીનું વાવેતર કરતા હોય છે. ગોંડલ તાલુકામાં આવેલ ગોમટા ગામના ખેડૂતે ૮ વિઘા જમીનમાં સ્ટ્રોબેરી ફ્રુટની ખેતી શરૂ કરી, છે. સામાન્ય રીતે સ્ટ્રોબેરી ફ્રુટની ખેતી મહારાષ્ટ્ર, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર જેવા રાજયમાં થતી હોય છે. અહીં આ ખેતી કરવી ઘણી મુશ્કેલ અને અઘરી છે. ગોમટા ગામના ખેડૂત રાજુભાઇએ અશક્ય ને શકય કરી બતાવ્યું છે. તેમણે જણાવ્યું કે તેઓ મહાબળેશ્વર ફરવા ગયા હતાં અને ત્યાં તેમણે આ ખેતી જોઇ અને પોતે આ ખેતી કરવાનું વિચાર્યું ને તેમણે પોતાના ખેતરમાં સ્ટ્રોબેરીની ખેતી શરૂ કરી. સ્ટ્રોબેરીની ખેતી ટૂંકા ગાળાની ખેતી છે અને ખૂબ જ અઘરી પણ છે, ખૂબ ધ્યાન રાખવું પડે અને તેનાં અનુકુળ વાતાવરણમાં જ આ ખેતી શક્ય બને છે. રાજુભાઇએ સ્ટ્રોબેરીની ખેતી કરી સૌરાષ્ટ્રમાં પણ સ્ટ્રોબેરીની ખેતી શક્ય છે એ વાતનો સચોટ દાખલો બેસાડ્યો છે.


(હેવાલ – વિડિયો : જયેશ સરવૈયા, જેતપુર)

Related posts

જસદણ પેટા ચૂંટણી : ૨૨૬ ઇવીએમ પહોંચાડી દેવાયા

aapnugujarat

પાલિતાણામાં કતલખાના તરત બંધ કરાવવા માંગ

aapnugujarat

જેતપુરમા ખેડુતો દ્વારા એનસી-૩૭ની ઓફિસે વિરોધ કરવામાં આવ્યો..

editor

Leave a Comment

UA-96247877-1