Aapnu Gujarat
Uncategorized

જેતપુરમા ખેડુતો દ્વારા એનસી-૩૭ની ઓફિસે વિરોધ કરવામાં આવ્યો..

ચાવંડથી ઉપલેટા સુધીની એનસી ૩૭ સુધીની નર્મદાની બલ્ક પાઇપ લાઈન બાબતે કલેકટર ફરી જતા ખેડૂતો પોતાના ખેતરની જમીન સંપાદન કરવાનો કર્યો ઈન્કાર. વર્ષ ૨૦૧૮માં એનસી – ૩૭ ચાવંડ થી ઉપલેટા સુધી પીવાના પાણી માટે નર્મદા બલ્ક પાઈપ લાઈનની યોજના જે ૬૦૦.૬૦.કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો હતો. આ યોજનામાં ખેડૂતોની જમીન જે ૨૫ મીટર સંપાદન કરવામાં આવી રહી છે જેનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ખેડૂતોની માંગ એવી છે કે આ યોજનામાં ૨૫ મીટર જમીન જે સંપાદન કરવામાં આવી રહી છે તે ૯ મીટર કરવામાં આવે. આ પહેલા પણ આ એનસી – ૩૭ યોજનાનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે કલેકટર દ્વારા લેખિત બાંહેધરી આપવામાં આવી હતી જે ખેડૂતોની માંગણી છે તે ૯ મીટરની યથાવત રહેશે. આજે ફરીથી કલેકટર દ્વારા જમીન સંપાદનનો ૨૫ મીટરનો હુકમ આપવામાં આવ્યો છે જેને લઇને ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે તેમજ આ વળતર બાબતે જે કિંમત નક્કી કરવામાં આવી છે ખેડૂતોને મંજૂર નથી આ બાબતે આજરોજ ધારેશ્વર સ્થિત ગુજરાત વોટર એનસી – ૩૭ની ઓફિસે અમરનગર ગામ ના ૩૦ જેટલા ખેડૂતોએ જે જમીન જેમની સંપાદન થઈ છે તે ખેડૂતો દ્વારા આવેદન આપી કલેક્ટરે આપેલી નોટિસનો ફાડીને વિરોધ નોંધાવ્યો હતોે.


(વિડિયો / અહેવાલ :- જયેશ સરવૈયા, જેતપુર)

Related posts

મગફળીના ગોડાઉનમાં સતત આગની ઘટનાથી અનેક શંકા

aapnugujarat

સૌરાષ્ટ્રનાં પત્રકારોએ ખોડલધામમાં ધજા ચઢાવી

aapnugujarat

સુરતમાં ધો. 12ની વિદ્યાર્થી બની ગર્ભવતી, દુષ્કર્મ આચરનાર ઝડપાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1