Aapnu Gujarat
રાષ્ટ્રીય

સરકાર ખેડૂતોમાં ફૂટ પડાવવાનો પ્રયાસ કરી રહી છે : ભારતીય કિસાન યુનિયન

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓ સામે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનાર ખેડૂત સંગઠન ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રિય અધ્યક્ષ નરેશ ટિકૈતે ખાપ પંચાયત નિમિત્તે મીડિયા સાથે વાત કરી હતી.તેમણે કહ્યુ હતુ કે, ખેડૂત સંગઠનોમાં સરકાર હવે ફાટફૂટ પડાવવાના પ્રયાસો કરી રહી છે.૨૨ દિવસ આંદોલનને થઈ ગયા છે અને જો સરકાર ખરેખર ઉકેલ લાવવા ઈચ્છતી હોય તો ઉકેલ આવી ગયો હતો,જોકે સરકાર ખેડૂતોને હળવાશથી લઈ રહી છે.ધરણા પર બેઠેલા સંગઠનો અલગ-અલગ છે પણ તમામનો હેતુ એક જ છે.ખેડૂતો બે પગલા પાછળ હટે અને સરકાર બે પગલા પાછળ હટે તો જ આંદોલનનો ઉકેલ આવી શકશે.ટિકૈતે કહ્યુ હતુ કે, ખેડૂતો ધરણા પર ઈમાનદારીથી બેઠા છે અને કેટલાક ખેડૂતો શહીદ પણ થયા છે.ખેડૂતો જાણે છે કે, સરકારના કાળા કૃષિ કાયદા બરબાદ કરી નાંખશે.સરકાર ઈચ્છે છે કે, ખેડૂતો સાથે ટકરાવ થાય પણ ખેડૂતો શાંતિપૂર્ણ રીતે આંદોલન આગળ વધારવા માટે માટે મક્કમ છે.તેમણે કહ્યુ હતુ કે, ખાપ પંચાયતની બેઠકમાં સિંધુ બોર્ડર પર પહોંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ખેડૂતો જક્કી નથી, ખરેખર તો સરકાર જ જક્કી વલણ અપનાવી રહી છે.જોકે અમને આશા છે કે, કોઈક રસ્તો નિકળશે અને સમાધાન થશે.

Related posts

पीड़िता की कार को टक्कर मारने का मामला : कुलदीप सिंह सेंगर,भाई मनोज समेत अन्य पर हत्या का केस दर्ज

aapnugujarat

SC stays Delhi HC order allowing AgustaWestland case accused Rajeev Saxena to go abroad

aapnugujarat

રાહુલ ગાંધી પાસે ૧૫ કરોડની સંપત્તિ : હેવાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1