Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાહુલ ગાંધી પાસે ૧૫ કરોડની સંપત્તિ : હેવાલ

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની પાસે ૧૫ કરોડની સંપત્તિ રહેલી છે. છેલ્લા નાણાંકીય વર્ષમાં રાહુલ ગાંધીએ એક કરોડની કમાણી કરી છે. રાહુલ ગાંધીની સંપત્તિ છેલ્લા પાંચ વર્ષમાં ૬૮.૯૩ ટકા સુધી વધી ગઇ છે. હવે તેમની પાસે ૧૫.૮૮ કરોડની સંપત્તિ થઇ ગઇ છે. રાહુલ ગાંધીએ પોતે વાયનાડ લોકસભા બેઠક પર ઉમેદવારી પત્ર ભરતી વેળા આ માહિતી આપી છે. રાહુલ ગાંધીએ ઉમેદવારી પત્ર ભરતી વેળી એફિડેવિટમાં આ માહિતી આપી હતી. રાહુલની પાસે ૫.૮ કરોડની સ્થાવર અને ૯.૨ કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે. વર્ષ ૨૦૧૪માં ચૂંટણી યોજવામા ંઆવી ત્યારે રાહુલ ગાંધીએ તેમની સંપત્તિ ૯.૪૦ કરોડ રૂપિયા હોવાની વાત કરી હતી. વર્ષ ૨૦૦૪માં લોકસભા ચૂંટણી દરમિયાન કરવામાં આવેલી ઘોષણા મુજબ રાહુલ ગાંધીની પાસે સંપત્તિ છેલ્લા ૧૫ વર્ષમાં ૨૭૪૫ કરોડ રૂપિયા વધી ગઇ છે. વર્ષ ૨૦૦૪માં ઉમેદવારી પત્ર દાખલ કરતી વેળા રાહુલ ગાંધીએ જે એફિડેવિટ દાખલ કરી હતી તેમાં રાહુલ ગાંધીની સંપત્તિ ૫૬ લાખની આસપાસ આંકવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૦૯માં જ્યારે રાહુલ ગાંધીએ ઉમેદવારી દાખલ કરી ત્યારે તેમની સંપત્તિ વધીનવે બે કરોડ રૂપિયા થઇ ગઇ હતી. જે વર્ષ ૨૦૧૪માં વધીને નવ કરોડ ૪૦ લાખ રૂપિયા સુધી પહોંચી હતી. હવે આ સંપત્તિનો આંકડો ૧૫.૮૮ કરોડ સુધી પહોંચી ગયો છે. ભાજપના પ્રવકતા સંબિત પાત્રાએ કહ્યુ છે કે રાહુલ ગાંઘીની સંપત્તિ ૨૦૦૪માં ૫૫ લાખ રૂપિયા હતી. જે અભૂતપૂર્વ રીતે વધીને વર્ષ ૨૦૧૪માં નવ કરોડ થઇ ગઇ હતી. રાહુલ ગાંધી પાસે આવકના કોઇ પ્રત્યક્ષ સોર્સ નથી. જેથી તેમની સંપત્તિ આટલી રેકોર્ડ ગતિથી કઇ રીતે વધી શકે છે. રાહુલ ગાંધી આ વિકાસના મોડલ અંગે માહિતી આપે તો વધારે લોકોને જાણ થશે. જો કે રાહુલ ગાંધીએ જે એફિડેવિટ કરી છે તે મુજબ તેમની પાસે કાર નથી. જ્યારે જુદી જુદી બેંકો અને અન્ય નાણાંકીય સંસ્થાઓની તેમના પર ૭૨ લાખ રૂપિયાનુ દેવુ છે.
રાહુલ ગાંધીએ માતા સોનિયા ગાંધીની પાસે પાંચ લાખ રૂપિયા પણ લીધેલા છે. રાહુલ ગાંધીની સંપત્તિની લઇને કેટલીક માહિતી સપાટી પર આવ્યા બાદ આની ચર્ચા પ્રચારમાં જોવા મળી શકે છે. રાહુલ ગાંધી આ વખતે બે લોકસભા બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે. જેમા ંતેમની ઉત્તરપ્રદેશની અમેઠી બેઠક અને કેરળની વાયનાડ લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. કેરળની વાયનાડ સીટ પર રાહુલ ગાંધી ચૂંટણી મેદાનમાં ઉતરી ગયા બાદ આને લઇને જોરદાર રાજકીય ગરમી વધી ગઇ છે. વાયનાડ સંસદીય ક્ષેત્રમાં મુસ્લિમ મતદારોની સંખ્યા સૌથી વધારે છે. રાહુલની સંપત્તિના મામલે પણ ચર્ચા શરૂ થઇ છે.

Related posts

कैट का प्रतिनिधिमंडल कपड़ा मंत्री स्मृति ईरानी से मिला

aapnugujarat

કુંભ : શિવરાત્રિ પર સંગમમાં શ્રદ્ધાળુઓએ ડુબકી લગાવી

aapnugujarat

લોકસભા પેટા ચૂંટણીમાં ઓછું મતદાન થતાં ચિંતાઃ ગોરખપુર ૪૭.૪૫, ફુલપુરમાં ૩૭.૩૯ ટકા મતદાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1