Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારતની પ્રથમ સ્વદેશી વેક્સીનના પ્રથમ તબક્કાના ટ્રાયલ સફળ

ભારત બાયોટેકની સ્વદેશી કોરોના રસી કોવેક્સીનના પ્રથમ ફેઝના ક્લિનિકલ ટ્રાયલમાં મજબૂત ઈમ્યુન રિસ્પોન્સ જોવા મળ્યો છે. ટ્રાયલ દરમિયાન આ વેક્સીનનું કેટલાક વોલન્ટિયર પર ટ્રાયલ કરવામાં આવ્યું હતું અને તેમનામાં કોઈ આડઅસર જોવા મળી નથી.
પ્રથમ તબક્કાના ક્લિનિકલ પરીક્ષણના વચગાળાના પરિણામોથી ખ્યાલ આવ્યો છે કે તમામ વયુજૂથના લોકો પર આ વેક્સીનની પ્રતિકૂળ અસર અથવા ગંભીર અસર જોવા મળી નથી. વિદેશી પોર્ટલ મેડઆરએક્સઆઈવીએ દાવો કર્યો છે કે ભારતની સ્વદેશી વેક્સીન સંપૂર્ણ રીતે અસરકારક છે. ભારત બાયોટેકની આ રસીના પ્રથમ તબક્કાનું ક્લિનિકલ પરીક્ષણ સપ્ટેમ્બરમાં પૂર્ણ થયું હતું, જેના પરિણામો હવે સાર્વજનિક કરવામાં આવ્યા છે.૨૦૨૦નું વર્ષ પૂર્ણ થવા તરફ આગળ વધી રહ્યું છે અને સાથે જ કોરોના વાયરસ સામેનો જંગ હજી પણ ચાલુ છે. રસીને લઈને સકારાત્મક અહેવાલો મળી રહ્યા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના સહયોગથી ભારત બાયોટેક દ્વારા વિકસાવવામાં આવેલી સ્વદેશી કોવિડ ૧૯ વેક્સીન ‘કોવેક્સીન’ના પ્રથમ તબક્કાના ક્લિનિકલ ટ્રાયલના વચગાળાના પરિણામો પરથી ખ્યાલ આવ્યો છે કે આ રસીથી તમામ વયજૂથના લોકો પર કોઈ આડઅસર નથી જોવા મળી. આ રસી સારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.ટ્રાયલ્સમાં ફક્ત એક ગંભીર મામલો સામે આવ્યો હતો.
એક વોલન્ટીયરને ૩૦ જુલાઈએ રસી આપવામાં આવી હતી. પાંચ દિવસ બાદ તેનામાં કોવિડ ૧૯ના લક્ષણો જોવા મળ્યા હતા. સાર્સ-કોવ૨થી તે સંક્રમિત થયો હોવાનું જણાયું હતું. જો કે આ હળવા લક્ષણો હતા અને દર્દીને ૧૫ ઓગસ્ટના હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ન્યૂક્લિક એસિડ પરિણામ નેગેટિવ આવ્યા બાદ વોલન્ટિયરને ૨૨ ઓગસ્ટના હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ રસીના પરીક્ષણ માટે ૧૧ હોસ્પિટલમાં અલગ અલગ સ્થળે ૩૭૫ વોલન્ટીયરોને રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો.મેડઆરએક્સઆઈવી પોર્ટલના પર જાહેર ડેટા મુજબ આ રસીથી એન્ટીબોડી વિકસી છે. નિષ્ણાતો દ્વારા ઔપચારિક રીતે આ રિપોર્ટનું મૂલ્યાંકન કરાય તે પૂર્વે તેને જાહેર કરી પોર્ટલ પર મૂકવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ ફક્ત એક કેસમાં ગંભીર અસર જણાઈ હતી પરંતુ તેને રસીકરણથી જોડવામાં નથી આવ્યો.કોવેક્સીનની સુરક્ષા અને પ્રભાવના આકલન માટે પ્રથમ તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું હતું. ડોક્યુમેન્ટ મુજબ આ વેક્સીનને બે ડિગ્રી સેલ્સિયસથી આઠ ડિગ્રી સેસ્લિયસ વચ્ચેના તાપમાન પર રાખવામાં આવી. રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ અંતર્ગત આ જ તાપમાન પર અલગ-અલગ રસીને રાખવામાં આવે છે.

Related posts

महाराष्ट्र के मुद्दे पर लोकसभा में हंगामा

aapnugujarat

હા ગુજરાતમાં કોરોના વકર્યો છે… મહાનગરોમાં પરિસ્થિતિ અતિ ગંભીર

editor

राहुल गांधी जैसे नेता राजनीति में कम ही देखने को मिलते हैं : अधीर रंजन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1