Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

કોરોના મહામારી : બિલ ગેટ્‌સે આપી ચેતવણી, આગામી છ મહિના ભયંકર હશે

માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્‌સે ચેતવણી આપી હતી કે, કોરોના વાયરસ મહામારીના સમયમાં આગામી ચારથી છ મહિના ખૂબ ખરાબ હોઇ શકે છે. ગેટ્‌સની સંસ્થા કોવિડ -૧૯ રસી વિકસાવવા અને સપ્લાય કરવાના પ્રયત્નોમાં ભાગ લઈ રહી છે.
બિલ એન્ડ મેલિન્ડા ગેટસ ફાઉન્ડેશનના સહ અધ્યક્ષ ગેટ્‌સે કહ્યું કે, મહામારી દરમિયાન આગામી ચારથી છ મહિના ખૂબ ખરાબ હોઇ શકે છે. ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલેશનનો અંદાજ છે કે, બે લાખથી વધુ લોકોનું મોત થશે. જો આપણે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવવું જેવા નિયમોનું પાલન કરીએ તો આ સંભવિત મૃત્યુમાંથી મોટાભાગનાને રોકી શકાય છે.
ગેટ્‌સે કહ્યું, તાજેતરમાં અમેરિકામાં સંક્રમિત, મૃત્યુ અને હોસ્પિટલમાં દાખલ થવાનાં રેકોર્ડ કેસ નોંધાયા છે. મને લાગે છે કે આ પરિસ્થિતિ સાથે લડવા અમેરિકા સારી કામગીરી કરશે. જો કે, અગાઉ ગેટ્‌સે ૨૦૧૫માં આવી મહામારી અંગે ચેતવણી આપી હતી.
તેમણે કહ્યું કે, જ્યારે મેં ૨૦૧૫માં આગાહી કરી હતી ત્યારે મેં મૃતકોની સંખ્યા વધુ રહેવાની આશંકા પર વાત કરી હતી. આથી, આ વાયરસ જેટલો ઘાતક અત્યારે છે તેનાથી પણ વધુ જીવલેણ થઇ શકે છે. હજુ આપણે બહુ ખરાબ સમય જોયો નથી.
જે વાતે મને આશ્ચર્યચકિત કર્યો તે અમેરિકા અને વિશ્વમાં જોવા મળેલ આર્થિક પ્રભાવ હતો. જે મારી પાંચ વર્ષ પહેલાંની ધારણા કરતાં પણ મોટું હતું.

Related posts

सऊदी अरब में सैन्य शक्ति बढ़ाएगा US : मार्क एरिगेशन

aapnugujarat

हार्वे तूफान से टेक्सास मंे ५८ अरब डॉलर का नुकसान

aapnugujarat

चीन की चुनौती के बीच अपनी समुद्री ताकत बढ़ा रहा भारत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1