Aapnu Gujarat
ગુજરાત

ઉત્તર ગુજરાતમાં ધુમ્મસનું રાજ

છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવેલ બદલાવને પગલે જન જીવન અને ખેતી પર માઠી અસર જોવા મળી છે. મહેસાણામાં ધુમ્મસીયું વાતાવરણ હોવાથી લોકોને ૫ મીટર દૂરનું પણ જોવામાં તકલીફ પડતી હતી. મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના પંથકમાં રવિ સિઝનમાં વરસાદી માહોલ છવાયેલો છે ત્યાં આજે વહેલી સવારે વાતાવરણમાં અચાનક મોટો બદલાવ સર્જાયો હતો, જેમાં ઝરમર વરસાદી છાંટા વચ્ચે વાદળો ધરતી પર ઉતરી આવતા ઝીરો વિઝિબિલિટી એટલે કે નજીકનું દૃશ્ય પણ દેખાતું બંધ થઈ ગયું હતું. વરસાદ બાદ મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં ધુમ્મસનું રાજ વરસાદ બાદ મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં ધુમ્મસનું રાજ આકાશ ધરતી એક થયા નયન રમ્ય નજારો, હિલ સ્ટેશન માઉન્ટ આબુ જેવો અહેસાસ થતો હતો. આજે ધુમ્મસભર્યા વાતાવરણને પગલે જેમ જેમ દિવસ ઉગવા લાગ્યો તેમ તેમ એક અનેરા નયન રમ્ય દૃશ્યો જોવા મળ્યા હતા. ધરતી આકાશનું આજે મિલન થયું હોય તેમ ફિલ્મી ચિત્રોની જેમ વાદળો રસ્તા પર, ઘરમાં અને આંગણામાં તો ક્યાંક છોડવા અને વૃક્ષો પર ઝાકળના મોતી વેરાણા હતા. આમ, આજે કુદરતીની કમાલ વચ્ચે ક્યાંક પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી જોવા મળી હતી.


(તસવીર / વિડિયો / અહેવાલ :- મહેશ આસોડીયા, વિજાપુર)

Related posts

વિવિધ ઉત્સવો પાછળ ભાજપ દ્વારા ૨,૦૦૦ કરોડનો ધુમાડો : મનિષ દોશી

aapnugujarat

शहर के प्रदूषण के स्तर में अचानक दर्ज की गई कमी

aapnugujarat

દિગ્ગજ આગેવાનો ભાજપનો વિકલ્પ ન બની શક્યા, દિલ્હીથી આવેલા કેવી રીતે બની શકે ? : મોઢવાડિયા

editor

Leave a Comment

UA-96247877-1