Aapnu Gujarat
ગુજરાત

ડભોઈ શહેરમાં આરોગ્ય તંત્ર દ્વારા વૃદ્ધોનો સર્વે કરાયો

ડભોઈ નગર વિસ્તારમાં એક શિક્ષક અને એક આરોગ્ય વિભાગના સભ્ય એમ બે વ્યક્તિની અલગ અલગ ટીમો બનાવી ડોર ટુ ડોર જઈને ૫૦ કે ૫૦ વર્ષથી વધારે ઉંમરના વૃદ્ધોનું આધાર પુરાવા માંગી યાદી એકત્રિત કરી સર્વે કરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા આપવામાં આવેલ કામગીરી મુજબ આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર જઈ ઉંમરલાયક લોકોની યાદી એકત્રિત કરાઈ સાથે પરિવારના સભ્યોમાં જન્મજાત કે પછી થયેલ બિમારી જેવીકે ડાયાબિટીસ, બ્લડ પ્રેસર, કેન્સર વગેરે બિમારી છે કે નહીં તેનું પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વાર સર્વે કરવામાં આવી રહ્યું છે. “આરોગ્ય વિભાગની ટીમના જાગૃતિ પટેલ અને મનીષા રાઠવાએ જણાવ્યું હતું કે સરકાર શ્રી તરફથી જે કોરોના વિરોધી વેકસીન આપવામાં આવશે તેને લઈ આ કામગીરી બજાવવામાં આવી રહેલ છે અને આ વેકસીન દ્વારા કોરોનાથી પીડાતા લોકોની સારવાર કરાશે અને જે વ્યક્તિની બિમારી સામે લડવાની ઇમ્યુનિટી ઓછી હોય તેને ઇમ્યુનિટી વધારવામાં મબરૂપ થશે તથા વિવિધ રોગો સામે લડવાની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થશે. સાથે સાથે આરોગ્ય વિભાગની ટીમે ઉમેર્યું હતું કે સરકારશ્રીએ આપેલ કામગીરી અમે બજાવી રહ્યા છીએ પણ નગરના નાગરિકો સાથ અને સહકાર આપવામાં રસ દાખવતા ના હોય તેમ લાગી રહ્યું છે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)

Related posts

રામપુરા ગામે ટ્રેકટરના ઝગડામાં હુમલો કરાયો

editor

ચાલુ મહિનાના અંત સુધીમાં વડાપ્રધાન મોદીનું ગુજરાતમાં આગમન

aapnugujarat

જુગાર રમતાં ૭ ઇસમોને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

editor

Leave a Comment

UA-96247877-1