Aapnu Gujarat
ગુજરાત

રામપુરા ગામે ટ્રેકટરના ઝગડામાં હુમલો કરાયો

છોટા ઉદેપુર જિલ્લાના રામપુરા ગામના ફરિયાદી ખપરીયાભાઈ હરલિયાભાઈ રાઠવા તેઓના છોકરા ખુમાનભાઈ રાઠવા તેઓ ની મોટર સાયકલ ઉપર રામપુરા ગામે કડિયા કામ માટે જતાં હતાં તે દરમિયાન પીછો કરી રસ્તામાં રોકીને કહેવા લાગેલ કે રામપુરા ગામ માં મારું ટ્રેકટર કામ કરે છે તો તું તારા ભાનાં નું ઓઢી ગામ થી ટ્રેકટર લાવી નેં કેમ કામ કરે છે . તેમ કહી ને ગમે તેવા અપશબ્દો બોલી ને ગાળો બોલીને આરોપી
ગીનાંભાઈ માધરીયાભાઈ રાઠવા અને મદ્રિયાભાઈ રાઠવાએ હાથમાં રાખેલ પારીયું ખભાના ભાગે હુમલો કર્યો હતો.અને આરોપી નંબર (૨) હાથમાં રાખેલ લાકડી બરડા ના ભાગે મારી દેતા ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ માં ખસેડવા માં આવ્યો હતા.
સારવાર દરમિયાન રંગપુર પોલીસ સ્ટેશન ના ઓ તપાસ કરતા ગંભીર રીતે ઘવાયેલ ફરિયાદી ના જવાબ લઈ ને રંગપુર પોલીસ સ્ટેશને આઇ.પી સી. કલમ ૩૨૩,૫૦૪,૫૦૬,(૨),૧૧૪ મુજબ નો ગુન્હો નોંધી આરોપીઓ સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

ઇમરાન સિંધી.. પાવીજેતપુર

Related posts

યાત્રાનો રૂટ

aapnugujarat

હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે સેવા સુરક્ષા શાંતિ સાથે સાથે માનવસેવા દર્શાવી

aapnugujarat

સાબરમતીની જેલમાં દુષ્કર્મ કેસના કેદીએ આપઘાત કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1