Aapnu Gujarat
ગુજરાત

પંચમહાલમાં કોવિડ – ૧૯ વેક્સિન અંગે વસ્તીનું સર્વેલન્સ હાથ ધરાયું

પ્રાંત અધિકારી અને સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ શહેરા જય બારોટના નેતૃત્વમાં અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.ભરત ગઢવીના માર્ગદર્શન હેઠળ અને તાલુકા પ્રાથમિક શિક્ષણધિકારી વિનોદ પટેલની સલાહથી શહેરા તાલુકામાં તારીખ ૧૦ થી ૧૩ ડિસેમ્બર ૨૦૨૦ કોવીડ – ૧૯ ની વેક્સિન અંગે વસ્તીનું સર્વેલન્સ કાર્યરત કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આશા વર્કરો, આઈ.સી.ડી.એસ. વિભાગ અને શિક્ષણ વિભાગ દ્વારા કોવિડ – ૧૯ ની અદ્યતન ગાઈડલાઈનને અનુસરીને ઘરે ઘરે મુલાકાત કરી સર્વે દરમિયાન આધાર પુરાવા માટે ચુંટણી કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, બેંક પાસબુક કે મનરેગા જોબ કાર્ડ પૈકી કોઈપણ એક આઈ.ડી.ની ખરાઈ કરવામાં આવે છે. જન્મ તારીખના આધારે ૫૦ વર્ષથી વધુ ઉંમરનો સર્વે શિક્ષણ વિભાગ અને સમગ્ર શિક્ષા શહેરા દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. ૫૦ વર્ષથી નાના કૉમૉરબીડને ગંભીર બિમારી જેવી બી.પી, ડાયબીટીસ, ટી.બી, લેપ્રસિ, કેન્સર, હૃદય, કિડની, લિવર, સિકલસેલ જેવી બિમારી હાલમાં હોય તેવા વ્યક્તિઓની માહિતી પણ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવી રહી છે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

ગ્રીન હાઉસ પદ્ધતિ દ્વારા સારો પાક લઈ શકાય છે : જયદ્રથસિંહ પરમાર

aapnugujarat

પ્રાંતિજ નેશનલ હાઇવે આઠ કતપુર ટોલટેક્સ પાસે એક કાર પલ્ટી

editor

ગુજરાતમાં ૪૮ કલાકમાં ભારે વરસાદની આગાહી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1