Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠા પોલીસે પિસ્તોલ અને કારતુસ સાથે સાત શખ્સો ઝડપાયા

આજથી ૯ માસ અગાઉ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે આંગડિયા લૂંટ વિથ મર્ડરના કેસમાં પકડાયેલ કુલ પાંચ આરોપીઓની સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ કરતા ખેડબ્રહ્મા લૂંટ વિથ મર્ડર કેસના ત્રણેય આરોપીઓને સાબરમતી જેલ ખાતેથી ટ્રાન્સફર ઓર્ડર આધારે લાવી પૂછપરછ કરતા મધ્ય પ્રદેશમાંથી ગેરકાયદેસર રીતે હથિયારો ગુજરાતમાં વેચાણ કરતા હતા તેવી કબુલાતમાં પોલીસે ઝીણવટપૂર્વક તપાસ કરતા હરગોવિંદ દેસાઈ (રહે. આદીવાડા તાલુકો બહુચરાજી મહેસાણા જિલ્લા)ની કડી લૂંટ કેસમાં અમદાવાદ સાબરમતી જેલમાં હોઇ તેને હથિયારો ખેડબ્રહ્મા લૂંટ વિથ મર્ડરના આરોપી મહિપતસિંહ ચંપૂભા ઝાલાને આપેલ તેવી કબુલાત થતાં પોલીસે હિતેશ દેસાઈ નામના આરોપીની ગણતરીના કલાકોમાં કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે તમામ આરોપીઓની એકસાથે પૂછપરછ કરતા પોતે પણ મહિપતસિંહ પાસેથી હથિયારો લાવી મહેસાણા જિલ્લા તેમજ આજુબાજુના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે હથિયારોનું વેચાણ કરતાં હતાં.કબુલાતના આધારે પોલીસે તપાસ કરતા મહેસાણા જિલ્લાના છ આરોપી અને બનાસકાંઠા જિલ્લાના એક આરોપી પાસેથી ત્રણ પિસ્તોલ અને બે કારતૂસ કુલ રૂપિયા ૧,૫૦,૬૦૦નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. સાબરકાંઠા પોલીસે આ પ્રકરણમાં અગાઉ પાંચ આરોપી અને હાલ સાત આરોપી કુલ ૧૨ આરોપીઓને હાલ તો જેલ હવાલે કરાયા છે જ્યારે આ પ્રકરણમાં પાંચ આરોપીઓ ફરાર છે જે આરોપીઓને પકડવાના સાબરકાંઠા પોલીસ દ્વારા પ્રયત્નો ચાલુ જ છે. સાબરકાંઠા એલસીબી તેમજ એસ.ઓ.જી.ના કુલ ૩૦ કરતાં પણ વધારે પોલીસકર્મીઓએ આ કામગીરીને સફળ બનાવી છે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

દેશના 100 શક્તિશાળી લોકોની યાદીમાં જાહેર કરવામાં આવી, સીઆર પાટીલનો તેમાં સમાવેશ, જાણો કેટલામો નંબર છે

aapnugujarat

Road repair work in state to began from Navratri : CM Rupani

aapnugujarat

શિક્ષણમંત્રીશ્રીએ રણુ ગામે કન્યા શાળાની નવનિર્મિત ઇમારતનું કર્યું લોકાર્પણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1