Aapnu Gujarat
બિઝનેસ

પાંચ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવનારાને જીએસટીમાં રાહત

સરકારે જીએસટી યંત્રણા હેઠળ નાના કરદાતાઓ માટે ક્વાર્ટરલી રિટર્ન ફાઈલિંગ ઍન્ડ મન્થલી પૅમેન્ટ ઑફ ટૅક્સિસ (ક્યૂઆરએમપી) યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત જે કરદાતાનું સરેરાશ વાર્ષિક ટર્નઑવર પાંચ કરોડ રૂપિયા કરતા ઓછું હોય અને જેમણે ઑક્ટોબરનું જીએસટીઆર-૩બી રિટર્ન ૩૦ નવેમ્બર સુધીમાં ભરી દીધું હોય તેઓ આ યોજનાના લાભ માટે પાત્ર હશે. પાંચ ઑક્ટોબરે યોજાયેલી બેઠકમાં જીએસટી કાઉન્સિલે કહ્યું હતું કે રજિસ્ટર્ડ કંપની કે વ્યક્તિ જે સરેરાશ વાર્ષિક પાંચ કરોડ જેટલું ટર્નઑવર ધરાવતી હશે તેમને પહેલી જાન્યુઆરી ૨૦૨૧થી માસિક ધોરણે કર ચૂકવવાની તેમ જ ત્રિમાસિક ધોરણે રિટર્ન ફાઈલ કરવાની પરવાનગી આપવામાં આવી શકે છે.
પાંચ ડિસેમ્બરથી શરૂ કરવામાં આવેલી ક્યૂઆરએમપી યોજના પાંચ કરોડ રૂપિયા કરતા ઓછું ટર્નઑવર ધરાવતા કરદાતાઓ જાન્યુઆરીથી માર્ચના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે રિટર્ન ફાઈલ કરવા જીએસટીઆર-૧ અને જીએસટીઆર-૩બીનો વિકલ્પ અપનાવી શકે છે.
કરદાતાઓ સેલ્ફ ઍસેસમેન્ટ કે પછી ત્રિમાસિક માટે અગાઉ ફાઈલ કરેલા જીએસટીઆર-૩બીની નૅટ રોકડ જવાબદારીના ૩૫ ટકા પ્રમાણે ચલાન મારફતે દર મહિને જીએસટીની ચુકવણી કરી શકશે.
કરદાતાઓ એસએમએસ મારફતે પણ ત્રિમાસિક જીએસટીઆર-૧ અને જીએસટીઆર-૩બી ફાઈલ કરી શકાશે.

Related posts

રતન ટાટા યુકેમાં કરી રહ્યા છે અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ

aapnugujarat

સેંસેક્સમાં ૧૧૫ પોઈન્ટનો ઘટાડો

aapnugujarat

अब एलआईसी की सेवा के लिए भी आधार जरूरी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1