Aapnu Gujarat
ગુજરાત

સુરતથી વીરપુર સાયકલથી સંઘ આવી પહોંચ્યો

આજે શનિવારના રોજ સંત શીરોમણી જલારામ બાપાની ૨૨૧મી જન્મ જયંતી નિમિતે છેલ્લા ૧૨ વર્ષથી સુરતથી વીરપુર સાયકલ લઈને આવતું કૃષ્ણ ગ્રુપ આજે ચોથા દિવસે આવી પહોંચ્યો હતો. અને કોરોના મહામારી સમગ્ર વિશ્વમાંથી દૂર થાય તેવી પ્રાર્થના કરી હતી.““વીઓ :- “જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડોને જીવનમંત્ર બનાવનાર પૂજય જલારામ બાપાની આજે ૨૨૧મી જન્મ જયંતિ છે. ગયા વર્ષે બાપાના અન્ન ક્ષેત્રને બસો વર્ષ થતાં અન્નક્ષેત્ર દ્વિશતાબ્દી મહોત્સવ રંગેચંગે ઉજવાયો હતો. ચાલુ વર્ષે કોરોના મહામારી હોય પૂજ્ય બાપની જન્મ જયંતી સાદાઈથી ઉજવવામાં આવશે. દર વર્ષે બાપાની જન્મ જયંતી નિમિત્તે બાપામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ભાવિકો દેશ વિદેશથી વાહનો, સાયકલ મારફત તેમજ પગપાળા વીરપુર આવી પહોંચતા હોય છેે જેમાં છેલ્લા ૧૨ વર્ષથી સુરતના ગભેણી ગામેથી સાયકલ લઈને આવતું કૃષ્ણ ગ્રુપ આજે આવી પહોંચ્યું હતું. આ સંઘના મેહુલ કુમારે જણાવેલ કે તેઓ ૪૫ મિત્રો સાયકલ લઈને ચાર દિવસ પહેલા નીકળ્યા હતા. નીકળતા પૂર્વે તમામ સભ્યોનો કોરોના ટેસ્ટ કરાવેલ અને સેનેટાઇઝર, માસ્ક સાથે લઈને તેમજ સોશ્યલ ડિસ્ટન્સના નિયમો પાલન કરતા નીકળ્યા છીએ અને વીરપુર પહોંચતા ગામના પ્રવેશ દ્વારે જ આ સંઘ દ્વારા પુજા અર્ચના કરી બાપાના ભજન કરતા કરતા બાપાની સમાધિ સ્થળે તેમજ મંદિરે પહોંચી દર્શન કરી નવું વર્ષ કોરોના મુક્ત બને અને સમગ્ર વિશ્વનું આરોગ્ય સારું રહે તેવી પ્રાર્થના કરી હતી.


(અહેવાલ :- જયેશ સરવૈયા, જેતપુર)
(તસવીર / વિડિયો :- રાજન ભખોત્રા, જેતપુર)

Related posts

दक्षिण गुजरात में सबसे ज्यादा ८९.३९% बारिश

aapnugujarat

‘આપણું ગુજરાત’નાં તંત્રી દેવેન વર્માની ભાજપમાં અનુ. જાતિના મિડિયા વિભાગનાં પ્રદેશ પ્રભારી તરીકે નિમણૂંક

editor

CM to interact with nomadic tribes under ‘Mukhyamantri Saathe Mokla Mane’

aapnugujarat

Leave a Comment

UA-96247877-1