Aapnu Gujarat
ગુજરાત

વીરપુરમાં જલારામ બાપાની જન્મ જ્યંતિની સાદગીપૂર્ણ ઉજવણી

‘દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ’’ સૂત્રને જીવન મંત્ર બનાવી સાર્થક કરનાર પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાની આજે ૨૨૧મી જન્મ જયંતિ છે ત્યારે યાત્રાધામ વીરપુરમાં દર વર્ષે પૂજ્ય બાપાની જન્મ જયંતિ ધામધૂમથી ઉજવાય છે પરંતુ આ વર્ષે કોરોના વાયરસની મહામારીને લઈને જલારામ ભક્તો દ્વારા પૂજ્ય બાપાની જન્મ જયંતિના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે ત્યારે વીરપુરના સેવાભાવી યુવાનો દ્વારા દરવર્ષે પૂજ્ય જલારામ બાપાની એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવતી પરંતુ આ વર્ષે કોરોનાને લઈને એ શોભાયાત્રા રદ કરીને એક આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સેવાભાવી યુવાન સંજય ઠુંગા તેમજ રવિ ગોટેચાએ જણાવ્યું હતું કે આ વર્ષે કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે શોભાયાત્રા રદ કરવામાં આવી છે અને કોરોના સામે રક્ષણ આપે તેવો આયુર્વેદિક ઉકાળો વીરપુર આવતા શ્રધ્ધાળુઓને વિતરણ કરવામાં આવ્યો છે જેમાં આયુર્વેદિક ઔષધીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે કોરોના સામે ઇમ્યુનિટી વધારી રક્ષણ આપે છે આવી રીતે સાદગીપૂર્વક પૂજ્ય જલારામ બાપાની ૨૨૧મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી છે.“


(અહેવાલ :- જયેશ સરવૈયા, જેતપુર)
(તસવીર / વિડિયો :- રાજન ભખોત્રા, જેતપુર)

Related posts

‘‘બજેટ ફોર ન્યુ ઇન્ડિયા’’ બેનર હેઠળ ગાંધીનગર ખાતે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા સાથે પરિસંવાદ યોજાયો

aapnugujarat

સ્થાનિક ચૂંટણીઓમાં હારને લઈ મંથન કરવા પ્રભારી રાજીવ સાતવ ગુજરાત આવ્યા

editor

૬૦૪૧૫ ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1