Aapnu Gujarat
મનોરંજન

હિંમતનગરના કલાકાર પિયુષ પટેલને વિશિષ્ટ ઓળખ એવોર્ડ મળ્યો

ગુજરાતી મનોરંજનની દુનિયામાં નામી અનામી , પડદા ઉપરની અને પડદા પાછળની એવી અનેક પ્રતિભાવો છે જે વિશિષ્ટ અને ગૌરવપ્રદ છે આવી પ્રતિભાવંત પ્રતિભાઓને સન્માનિત કરતો સિને મેજિક વિશિષ્ટ ઓળખ એવોર્ડ સમારોહ અમદાવાદ ખાતે યોજાયો હતો જેમાં હિંમતનગરના કલાકાર પિયુષ પટેલને વિશિષ્ટ ઓળખ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, તેઓ છેલ્લાં ૧૪ વર્ષથી અવિરત ૧૬ થી ૧૭ ફિલ્મો, મામાનું ઘર કેટલે સીરીયલમાં મુખ્ય ભૂમિકા તેમજ ઘણી બધી જાહેરખબર, ડોકયુમેન્ટરી ફિલ્મો તેમજ પ્રખ્યાત ગાયકોના આલ્બમમાં કામ કરી ચૂક્યા છે. આ સાથે સાથે છેલ્લે “બીજો દિવસ” નામની ફિલ્મમાં મુખ્ય કિરદાર નિભાવ્યું હતું અને લોકડાઉન દરમિયાન તેમને “જીવન આખ્યાન” નામની ફિલ્મ પણ કરી જે ટૂંક સમયમાં રિલીઝ થશે. આ સિવાય પિયુષ પટેલ બે સંસ્થાઓ ચલાવે છે જે ગુજરાતભરમાં ૧૧ થી ૧૨ હજાર નાટકો કરી ચૂકી છે તેમજ હિંમતનગર ક્ષેત્રે સંસ્કાર ભારતીના અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવે છે. આ સમગ્ર કાર્યને જોઈને સિનેમેજિકે તેમને વિશિષ્ટ ઓળખ એવોર્ડથી સન્માનિત કર્યા છે. આ એવોર્ડ તેમને ગુજરાતી ફિલ્મના ડિસ્ટ્રીબ્યુટર વંદન શાહના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. સિને મેજીકના ભરત શર્માએ એવોર્ડ ફંક્શન વખતે કહ્યું કે પિયુષ પટેલ એક ઉમદા કલાકાર છે અને ફિલ્મ અને સીરીયલ ક્ષેત્રે તેને નિભાવેલ કિરદાર હંમેશા પ્રશંસાને પાત્ર છે. સિનેમિજક અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ તેમના કાર્યની પ્રશંસા હંમેશા કરે છે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

ઝરીના વહાબ શોર્ટ ફિલ્મ ‘કાશ્મીરિયત’થી વાપસી કરશે

editor

ચંદા મામા ફિલ્મ સુશાંતે છોડી દીધી

aapnugujarat

જીતેન્દ્ર અને શ્રીદેવીની કેમેસ્ટ્રી તમામ ચાહકમાં લોકપ્રિય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1