Aapnu Gujarat
મનોરંજન

ઝરીના વહાબ શોર્ટ ફિલ્મ ‘કાશ્મીરિયત’થી વાપસી કરશે

દિગ્ગજ અભિનેત્રી ઝરીના વહાબ એક શોર્ટ ફિલ્મથી કમબેક કરવા જઇ રહી છે.ઝરીના તેની આગામી શોર્ટ ફિલ્મ ‘કાશ્મીરિયત’થી સ્ક્રીન પર પરત ફરી રહી છે.તેણે ફિલ્મની સ્ટોરી વિશે વાત કરી હતી તેમણે કહ્યું કે, “ઘણી ભૂમિકાઓ ભજવવા છતાં, તે ચોક્કસપણે ખૂબ ઊંડાઈવળી સ્ટોરી છે.તે એટલી સારી રીતે કહેવામાં આવી છે કે શૂટિંગ પહેલાં હું તેને મારા સપનામાં જોઈ શકું છું.ખાસ કરીને કાઈમેક્સવાળો ભાગ ખૂબ જબરદસ્ત છે. સાચું કહું તો, તે હજી પણ મારા મગજમાં છે. ”આ ફિલ્મની વાર્તા માતા-પુત્રના સંબંધની આસપાસ ફરે છે.
ફિલ્મના નિર્દેશક દિવ્યાશુ પંડિતે એક કાશ્મીરી હોવાને કારણે વાર્તા પ્રત્યે ભાવનાત્મક લગાવ વ્યક્ત કર્યો હતો. દિવ્યાશુએ કહ્યું કે, “કાશ્મીરી તરીકે હું હંમેશા તેની વાર્તા કહેવા માંગતો હતો અને આખરે હું તે જાતે જ તે કહી રહ્યો છું. મીડિયાના એક અગ્રણી વર્ગ દ્વારા સંચાલિત એક ચોક્કસ એજન્ડા અને અવાજોએ હંમેશાં કાશ્મીર અને તેના લોકો અને ભારતીય સૈન્યની છબી બનાવી છે, જે સંપૂર્ણ પણે વાહિયાત છે. ” તેમણે ઉમેર્યું, “અમારી શોર્ટ ફિલ્મમાં,અમે બતાવ્યું છે કે ઘાટીમાં જે દુષ્ટચક્ર તે ખરેખર બનાવવામાં આવ્યું છે. કાશ્મીર એક ખૂબ જટિલ વિષય છે. દુનિયાને તેની એક જ બાજુ બતાવવામાં આવી હોવાથી મેં આ મારી ફિલ્મ દ્વારા બીજી બાજુ બતાવવાની કોશિશ કરી છે, જે ક્યારેય મુખ્ય ધારામાં દર્શાવવામાં આવી ક નથી. ”
દિવ્યાશે કહ્યું હતું કે,”આ માતા અને પુત્રની વાર્તા દ્વારા દર્શકો ઘાટીના મોટાભાગના દ્રશ્યો જોશે.” આ ફિલ્મમાં ઝરીના સાથે નવીન પંડિત, અંશુલ ત્રિવેદી, અભય ભાર્ગવ અને રોહિત સાગર ગિરધાર પણ છે. આશુતોષ પંડિત નિર્મિત આ ફિલ્મ 12 ઓગસ્ટે યુટ્યુબ પર રિલીઝ થશે.

Related posts

भगवान से दुआ कर रहा हूं कि जल्द बने ‘मुन्ना भाई ३’ : संजय दत्त

aapnugujarat

તાપ્સી મનમર્જિયા ફિલ્મને લઇ આશાવાદી

aapnugujarat

યુનિક શર્ટનું સેન્ટર ઓફ એટ્રેકશન એટલે તારક મેહતાના જેઠાલાલ

editor

Leave a Comment

UA-96247877-1