Aapnu Gujarat
બિઝનેસ

વિજય માલ્યાને લઇ બ્રિટેન સરકારે ભારતને આપ્યો ઝટકો

બ્રિટેને ભારત સરકારને કહ્યું કે, હાલ વિજય માલ્યાનું પ્રત્યાર્પણ થઈ શકતું નથી. બ્રિટેનની સરકારને કહ્યું કે, વિજય માલ્યા સાથે જોડાયેલ એક ગોપનીય કાનૂની મામલો ચાલી રહ્યો છે અને જ્યાં સુધી આ મામલાનું સમાધાન નથી આવી જતું ત્યાં સુધી ભારતમાં પ્રત્યાર્પણ સંભવ નથી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે આ જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે, બ્રિટિશ સુપ્રીમ કોર્ટે મે મહીનામાં વિજય માલ્યાની એ અપીલ ફગાવી દીધી હતી કે ભારતમાં તેનું પ્રત્યાર્પણ રોકી દેવામાં આવે. અને તે બાદથી જ ભારત સરકાર બ્રિટેન પર ભાગેડુ માલ્યાના પ્રત્યાર્પણ માટે દબાણ બનાવી રહી છે. વિજય માલ્યાની ઉપર બેંકો પાસેથી હજારો રૂપિયાની લોન લઈને ફ્રોડ અને મની લોન્ડ્રીંગ જેવાં અનેક આરોપ છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, હવે અમને એ જણાવવામાં આવી રહ્યું છે કે એક ગોપનીય કાનૂની મામલો ચાલી રહ્યો છે અને આ મામલાના સમાધાન થવા સુધી પ્રત્યાર્પણ થઈ શકતું નથી. તમને જણાવી દઈએ કે, બેંકો સાથે હજારો કરોડ રૂપિયાની લોન લઈને ફરાર થઈ ગયેલો વિજય માલ્યા ૨૦૧૬થી જ બ્રિટેનમાં રહી રહ્યો છે. અને હાલ તે જામીન પર બહાર ફરી રહ્યો છે. વર્ષ ૨૦૧૭ના એપ્રિલ મહિનામાં સ્કોટલેન્ડ યાર્ડ દ્વારા તેની સામે વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું.

Related posts

જેટલીએ નાણા મંત્રાલયનો હવાલો સંભાળ્યો

aapnugujarat

લખનૌ સેન્ટરને બંધ કરવા ટીસીએસે નિર્ણય કર્યો

aapnugujarat

કેસ ઉકેલવા માગું છું, મારો બિઝનેસ બંધ કરી દેવાયો છે : મેહુલ ચોક્સી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1