Aapnu Gujarat
Uncategorized

આરબટીમડી ગામમાં પત્રકાર પર હુમલો

જેતપુર તાલુકામાં હાલ મગફળીનું રજીસ્ટ્રેશન શરૂ હોય ત્યારે આરબટીમડી ગામે મગફળીના રજીસ્ટ્રેશનમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો જેમાં રજીસ્ટ્રેશન માટે ૫૦ રૂપિયા વીસી દ્વારા ઉઘરાણા કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું, બાદમાં મિડિયા પહોંચતા વીસીેએ ચાલતી પકડી હતી. હાલ તો રાજકોટ જિલ્લામાં તમામ વીસી હાલ હડતાળ ઉપર હોય તેમ છતાં વીસી કામગીરી કરવા સ્થળ પર આવેલ હોઈ અને ૫૦ રૂપિયામાં કામ કરી આપવામાં આવતું હતું અને ગામના સરપંચ મહિલા હોય છતાં મહિલાના પતિ દ્વારા ગ્રામ પંચાયતમાં દાદાગીરી અને જોહુકમી ચલાવવાનું બહાર આવ્યું છે. ગ્રામજનોએ વધુમાં જણાવ્યું છે છેલ્લાં ઘણાં સમયથી મહિલા સરપંચના પતિ દ્વારા અનેક કામોમાં મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર તેમને ક્યાંક ને ક્યાંક છાવરતું હોવાનું સામે આવ્યું હતું. આ બાબતે તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું કે મેં ફોન દ્વારા આ બાબતે સૂચના આપી દીધી છે પરંતુ મિડિયા ત્યાં ગામમાં પહોંચતા ભ્રષ્ટાચારેની પોલ છતી થઈ હતી જેનો ખાર રાખને મહિલા સરપંચના પતિ મનિષ વઘાસિયા દ્વારા ઘરે બોલાનને માર મારવાનું ષડયંત્ર રચ્યું હતું અને પથ્થરમારો કર્યો હતો. પત્રકારને મૂઢ માર વાગતા ત્યાં જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. હજુ બે દિવસ પહેલા જ પત્રકારોની સુરક્ષા માટે રાજકોટ આઈજીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.


(તસવીર :- રાજન ભખોત્રા, જેતપુર)
(અહેવાલ / વિડિયો :- જયેશ સરવૈયા, જેતપુર)

Related posts

યુએસ ઓપન : શારાપોવાની સિમોના હેલેપ પર જીત થઇ

aapnugujarat

गुजरात राज्यसभा की दोनो सीटों पर भाजपा ने हासिल की जीत

aapnugujarat

એસ.શ્રીસંત ઉપર સ્પોટ ફિક્સિંગ માટે લાગેલો સાત વર્ષનો પ્રતિબંધ પૂર્ણ

editor

Leave a Comment

UA-96247877-1