Aapnu Gujarat
ગુજરાત

ભદ્રવાડીમાં આંગણવાડી કેન્દ્રનો ‘‘હેન્ડ વોશિંગ’’ કાર્યક્રમ યોજાયો

ગાંધી જ્યંતિ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા આયોજીત આઈસીડીએસ વિભાગ દ્વારા ‘‘હેન્ડ વોશિંગ’’ કાર્યક્રમ ભદ્રવાડી પ્રાથમિક શાળામાં યોજાયેલ તેમાં સૌપ્રથમ કિશોરીઓ અને સગર્ભા બહેનોને ‘‘હેન્ડ વોશ’’ કરવાની પ્રક્રિયા જીવંત કરવામાં આવી ત્યારબાદ શાળાના આચાર્ય ગોપાલભાઇ દ્વારા પ્રાસંગિક ઉદ્‌બોધન કરીને કિશોરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું ત્યાર પછી પ્રમાણપત્ર અને કિટનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ઠાકોર સેનાના અગ્રણી ડી.ડી.જાલેરા, જાગૃત આગેવાન અને વરિષ્ઠ પત્રકાર ફખરૂદીન ઉકાણી, ગામના વડીલો, ટેકનિકલ સપોર્ટ ધિરાજી જાલેરા, રૂની, નવા, આણંદપુરા, અને ભદ્રવાડી, આંગણવાડી કાર્યકરો અને સગર્ભા સ્ત્રીઓએ આપીને કિશોરીઓને પ્રોત્સાહિત કરવામાં આવી, ત્યારબાદ ૧૦.૩૦ કલાકે વંદે ગુજરાત ચેનલ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદહસ્તે ૮૩૫ જેટલા આંગણવાડી, સેજા કચેરી, અને બ્લોક ઓફિસના નવનિર્માણ ભવનોનું ઈ- લોકાર્પણ, ઈ-ભુમિપુજન તથા નંદઘર ઇન્ફોર્મેશન ટ્રેકિંગ એપ્લીકેશનનું લોન્ચિંગ, રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ નિમિતે હેન્ડ વોશિંગ કાર્યક્રમ અને રાજ્યકક્ષાના માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમનું પ્રસારણ કિશોરીઓને બતાવવામાં આવેલ કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય દ્વારા કિશોરીઓને નાસ્તો કરાવવામાં આવ્યો ત્યારે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ડી.ડી. સોલંકીએ ભારે જહેમત ઉઠાવી હતી.
(તસ્વીર/અહેવાલઃ મોહંમદ ઉકાણી, કાંકરેજ બનાસકાંઠા)

Related posts

ईसनपुर क्षेत्र में किशोर ने अंधाधुंध कार चलाकर पांच वाहनों को चपेट में ले लिया

aapnugujarat

ભાજપના અહંકારને પ્રજાએ હવે ફગાવી દીધો : શંકરસિંહ

aapnugujarat

ચૂંટણીમાં શિવસેના ૫૦થી વધુ ઉમેદવારો ઉભા રાખશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1