Aapnu Gujarat
મનોરંજન

બરેલી કી બરફીમાં કૃતિ કોઇ પણ ગ્લેમર વિના ચમકશે

બરેલી કી બરફી ફિલ્મનુ શુટિંગ હવે પૂર્ણ થવા આવ્યુ છે. આ ફિલ્મનુ શુટિંગ શરૂ કરી દેવામાં આવ્યા બાદ આ ફિલ્મની ચારેબાજુ ચર્ચા છે. ફિલ્મમાં બોલિવુડની આશાસ્પદ અભિનેત્રી કૃતિ સનુન નજરે પડનાર છે. તેની સાથે ફિલ્મમાં આયુષ્માન ખુરાના, રાજકુમાર રાવ કામ કરી રહ્યા છે. આ ફિલ્મને ૨૧મી જુલાઇના દિવસે રજૂ કરવામાં આવનાર છે. કૃતિને હાલમાં સારી સારી ફિલ્મો મળી રહી છે. બરેલી કી બરફીમાં તે મુખ્ય રોલમાં કામ કરી રહી છે. જાણવા મળેલી માહિતી મુજબ કૃતિ સનુન આ ફિલ્મમાં ગ્લેમર વગરના રોલમાં નજરે પડનાર છે. નિર્દેશક અશ્વિની અય્યરના નિર્દેશનમાં આ ફિલ્મ બની રહી છે. કૃતિ સનુને કહ્યુ છે કે તેની પાસે સારી ફિલ્મોની ઓફર આવી રહી છે. કૃતિ સુશાંત સાથે જોવા મળી હતી. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. તે પહેલા શાહરૂખ ખાનની મોટી ફિલ્મ દિલવાલેમાં નજરે પડી હતી. જેમાં તેની સાથે કાજોલ પણ નજરે પડી હતી. તે વરૂણ ધવનની સાથે દેખાઇ હતી. કૃતિ સનુન બોલિવુડમાં એકપછી એક ફિલ્મ મેળવી રહી છે ત્યારે તે સ્પર્ધામાં ટકી રહેવા માટે ખુશ છે. તેનુ કહેવુ છે કે તે કોઇ પણ પ્રકારની સ્પર્ધામાં માનતી નથી. તે નંબર ગેમમાં પણ વિશ્વાસ રાખતી નથી. સારી ફિલ્મો કરવા માટે આશાવાદી છે. થોડાક સમય પહેલા હિરોપંતિ ફિલ્મમાં તે સારી ભૂમિકા કરી ગઇ હતી. ત્યારબાદથી તેની સતત નોંધ લેવાઇ રહી છે. તે માત્ર બોલિવુડની ફિલ્મોની ઓફર મેળવી રહી નથી. સાઉથની ફિલ્મોની ઓફર પણ તેની પાસે આવી રહી છે.
બીજી બાજુ તેના સુશાંત સિંહ રાજપુત સાથે પ્રેમ સંબંધોેને લઇને થોડાક દિવસ પહેલા અહેવાલ આવ્યા હતા. બન્નેના ફોટો પણ સપાટી પર આવ્યા હતા.કૃતિને બોલિવુડમાં આશાસ્પદ અને નવી ઉભરતી સ્ટાર પૈકીની એક તરીકે ગણવામાં આવે છે. તેની પાસેથી સારા રોલની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

Related posts

ટીવી સ્ટાર કુશાલ પંજાબીનું નિધન

aapnugujarat

સારા પ્રથમ ફિલ્મ રજૂ થયા બાદ બીજી ફિલ્મો સ્વીકારશે

aapnugujarat

किसानों के विरोध प्रदर्शन के दृश्यों को कभी नहीं भूल पाएंगे : सोनू सूद

editor

Leave a Comment

UA-96247877-1