Aapnu Gujarat
રાષ્ટ્રીય

કેન્સલ થયેલી એર ટિકિટનું રિફંડ તાત્કાલિક આપવા સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યા

સુપ્રીમ કોર્ટે લૉકડાઉન દરમિયાન કેન્સલ થયેલી ટિકિટનું રિફંડ તાત્કાલિક આપવાનો આદેશ એરલાઈન્સને આપ્યો છે. કોર્ટે કહ્યુ કે લૉકડાઉન દરમિયાન મુસાફરીની એર ટિકિટ હતી તેના રૂપિયા તાત્કાલિક પાછા આપો.
જો લોકડાઉન બાદની મુસાફરી માટે ટિકિટ કેન્સલ કરાવવામાં આવી હોય તો પણ તેમના રૂપિયા ત્રણ અઠવાડિયાની અંદર પાછા આપવા જોઈએ. સુપ્રીમ કોર્ટે ડીજીસીએ દ્વારા ક્રેડિટ સેલના માધ્યમથી એરલાઈન્સ દ્વારા લોકડાઉન દરમિયાન રદ કરવામાં આવેલી ઉડાન પર યાત્રીઓને ટિકિટના રિફંડના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકારનો પ્રસ્તાવ છે કે ટિકિટ જો એજન્ટે વેચી છે તો એર ટિકિટ માટે રિફંડ શેલ પણ એજન્ટના માધ્યમથી જ ઉપયોગ થવો જોઈએ.
તમામ મુસાફરોએ લોકડાઉન દરમિયાન ૨૫ માર્ચથી ૨૪ મે ૨૦૨૦ની વચ્ચે એર ટિકિટ બુક કરાવી હતી અને એરલાઈન્સે તેમની પાસેથી ડોમેસ્ટિક અથવા ઈન્ટરનેશનલ ફ્લાઈટ માટે ચૂકવણી પ્રાપ્ત કરી હતી પરંતુ જ્યારે ફ્લાઈટનું સંચાલન રોકી દેવાયુ તો આ યાત્રીઓએ પોતાની ટિકિટ કેન્સલ કરાવી દીધી અથવા તેમની ટિકિટ કેન્સલ થઈ ગઈ અને એરલાઈન્સ પાસેથી પોતાના રૂપિયા પાછા માગવા લાગ્યા. એરલાઈન્સ મુસાફરોને રૂપિયા આપવામાં આનાકાની કરવા લાગી અને રૂપિયાના બદલે તેમને ક્રેડિટ શેલ આપવા લાગ્યા જેના બદલામાં તેઓ ગમે ત્યારે ટિકિટ બુક કરાવી શકશે.
સુપ્રીમ કોર્ટે કહ્યુ કે એરલાઈન્સે આ કેન્સલ ટિકિટના પૂરા રૂપિયા પાછા કરવા પડશે અને તે માટે કોઈ પણ કેન્સિલેશન ચાર્જ તે લગાવી શકશે નહીં. આ રિફંડ ટિકિટ કેન્સલ થવાના ત્રણ અઠવાડિયાની અંદર થવી જોઈએ. જો કોઈએ એજન્ટના માધ્યમથી લોકડાઉન પીરિયડ દરમિયાન મુસાફરી માટે ટિકિટ બુક કરાવી હોય તો તેના રૂપિયા તાત્કાલિક પાછા આપવા પડશે.

Related posts

કુશવાહની વાત સાંભળવા એનડીએ તૈયાર નથી

aapnugujarat

मॉनसून सत्र के बाद केन्द्रीय मंत्रीमंडल में हो सकता है फेरबदल

aapnugujarat

રાંધણ ગેસના ડિલિવરી બોય બની શકે છે સુપર સ્પ્રેડર

editor

Leave a Comment

UA-96247877-1