Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોરોનાને કારણે દેશમાં ૬૫ ટકા લોકોની આવક ઘટી

કોરોનાના પાપે દેશના ૬૫ ટકા લોકોની આવકને પ્રતિકૂળ અસર થઇ હતી અને તેમાં પણ ૧૬ ટકા લોકો એવા હતા જેમની આવક પૂરેપૂરી ખતમ થઇ ચૂકી હતી.
તાજેતરમાં કરાયેલા એક સર્વેમાં આવો દાવો કરાયો હતો. પૈસાબાજાર નામની સંસ્થાએ કરેલા સર્વેમાં કોરોનાની અર્થતંત્ર પર થયેલી પ્રતિકૂળ અસરના આંકડા મળ્યા હતા. આ સર્વે મુજબ પાટનગર નવી દિલ્હી અને એનસીઆરમાં ૭૦ ટકા લોકોની આવકને પ્રતિકૂળ અસર થઇ હતી.
આ લોકોમાં ૧૬ ટકા એવા લોકો હતા જેમની આવક પૂરેપૂરી ખતમ થઇ ચૂકી હતી. બીજે ક્રમે બેંગાલુરુ આવ્યું હતું જ્યાં ૬૭ ટકા લોકોએ તેમની આવક ઘટી હોવાનું કહ્યું હતું જ્યારે ૧૨ ટકા લોકોએ પૂરેપૂરી આવક ગુમાવી હોવાનો દાવો કર્યો હતો. આંધ્ર પ્રદેશના હૈદરાબાદમાં આ આંકડા ૬૩ ટકા અને વીસ ટકા હતા, મુંબઇમાં ૬૩ ટકા અને ૨૬ ટકા હતા, ચેન્નાઇમાં ૫૨ ટકા અને નવ ટકા હતા.
દેશના ૩૭ શહેરોના કુલ ૮,૬૧૬ લોકોની પ્રતીકાત્મક પૂછપરછ કરાઇ હતી. આ એવા લોકો હતા જેમના પર સરેરાશ એક લાખ રૂપિયાનું દેવું હતું. લોન પરના વ્યાજની ચૂકવણી કરી શકે એવા લોકોના આંકડા આ મુજબ હતા- ચેન્નાઇમાં ૬૬ ટકા, હૈદરાબાદરમાં ૫૫ ટકા, દિલ્હી એનસીઆરમાં ૫૩ ટકા, બેંગાલુરુમાં ૪૯ ટકા અને મુંબઇમાં ૪૮ ટકા લોકો વ્યાજ ચૂકવવા સક્ષમ હતા.
આ સર્વેમાં સહભાગી થનારા ૫૬ ટકા લોકોએ કહ્યું હતું કે ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવવા માટે અમે મોરેટોરિયમનો વિકલ્પ પસંદ કર્યો હતો. આ એવા લોકો હતા જેમાંના ૨૨ ટકા લોકોને લૉકડાઉનની કોઇ પ્રતિકૂળ અસર થઇ નહોતી. નોકરિયાતોમાં ૫૩ ટકા લોકોએ મોરેટોરિયમનો વિકલ્પ પસંદ કર્યો હતો. ૨૨ ટકા લોકો એવા હતા જેમણે પૂરેપૂરી આવક ગુમાવી દીધી હતી.

Related posts

માલ્યાની ‘લૂકઆઉટ નોટિસ’ પાણીયુક્ત હતી : સુબ્રમણ્યમ સ્વામી..

aapnugujarat

પાટણ જિલ્લામાં સ્વાઇન ફ્લુના ૬ પોઝિટિવ કેસો નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી

aapnugujarat

SC refuses urgent hearing on petition against Article 370

aapnugujarat

Leave a Comment

UA-96247877-1