Aapnu Gujarat
ગુજરાત

ધોળકા-સાણંદ કોરોનાના નવા હોટસ્પોટ તરીકે ઉભરી આવ્યા

અમદાવાદ જિલ્લામાં અમદાવાદ ગ્રામીણમાં ધોળકા અને સાણંદ કોરોનાના હોટસ્પોટ બનીને ઉભરી આવ્યા છે. તેમના હોટસ્પોટ બનીને ઉભરી આવવાનું મુખ્ય કારણ ઇન્ડસ્ટ્રીયલ લિંક્ડ કેસો છે. અમદાવાદ ગ્રામીણમાં અત્યાર સુધી કોરોનાના કુલ ૧,૮૦૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમાથી ૨૮ ટકા કેસો શહેરની નજીક ગ્રામીણ વિસ્તારોમાં આવેલા ઉદ્યોગોમાં જોવા મળ્યા છે.
ધોળકામાં ૪૨૪ કેસ અત્યાર સુધી નોંધાયા છે અને આ ૪૨૪ કેસમાંથી ૧૩૭ કેસ ઔદ્યોગિક વિસ્તારના કામદારોના હતા. જ્યારે સાણંદમાં કુલ ૪૧૭ કેસ નોંધાયા છે અને તેમાથી ૧૩૨ કેસ ત્યાંના ઔદ્યોગિક કામદારોના હતા.
ગયા સપ્તાહે જ અમદાવાદ ગ્રામીણમાં ૨૦ નવા કેસ નોંધાયા તા, તેમાથી પાંચ કેસ તો સાણંદ અને ધોળકાના ઔદ્યોગિક વિસ્તારના છે. હાલમાં આ વિસ્તારોમાં કોરોનાના કેસમાં થયેલા વધારાનું કારણ લોકડાઉન પૂરુ થયા પછી પરત ફરેલા કામદારો છે. તેમા સાણંદમાં કાર્યરત ચીનની બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરતા ત્રણ કામદારો કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ ઉપરાંત ચિરિપાલ ગ્રુપની કંપનીમાં વધુ બે સ્ટાફર પોઝિટિવ આવ્યા હતા. આ સાથે અમદાવાદ જિલ્લાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કોરોના કેસનો આંકડો ૫૧૪ પર પહોંચ્યો હતો.
સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનએ જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશથી લગભગ ૧૨,૦૦૦થી વધારે કામદારો પરત ફર્યા છે. સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના પ્રમુખ અજીત શાહના જણાવ્યા મુજબ પરત ફરેલા બધા લોકોનું પરીક્ષણ થયુ નથી. હજી પણ જે પોઝિટિવ કેસ આવ્યા છે તે ખાસ નથી, તેથી સ્થિતિ ચિંતાજનક નથી.

Related posts

ગેરકાયદેસર હથિયાર સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

editor

બનાસકાંઠાના લાખણી – ગેળા રોડ પર ગમખ્વાર અકસ્માત : ત્રણનાં મોત

aapnugujarat

વિકાસના વિશે બોલવાનો કોંગ્રેસને અધિકાર જ નથી : આનંદીબેન પટેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1