Aapnu Gujarat
શિક્ષણ

ગુજરાતમાં ખાનગી શાળાના શિક્ષકોની હાલત બની કફોડી

કોરોના વાયરસને કારણે હાલ ગુજરાતમાં તમામ શાળાઓ બંધ છે. શાળાઓ ક્યારે ખુલશે એ અંગે હાલ કશું કહી શકાય તેમ નથી.જોકે આ સ્થિતિમાં સરકારી શાળા કરતાં પ્રાઇવેટ શાળાઓ અને તેમના શિક્ષકોની હાલત કફોડી થઈ હોવાનું જણાઈ રહ્યું છે. શિક્ષકોને પણ આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું ધ્યાને આવ્યું છે. વાત કરીએ તો ગુજરાતમાં અનેક ખાનગી શાળાના સંચાલકોએ શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને છૂટા કર્યા છે તેમજ કેટલીક શાળાઓએ પગાર પર કાપ મૂક્યો છે તો વળી કોઈએ ૫૦ ટકા પગાર આપવાની પણ વાત કરી છે ત્યારે આ પરિસ્થિતિ જોતા હાલ ગુજરાતના ખાનગી શાળાના શિક્ષકોની હાલત કફોડી બની ગઈ છે. કયો વ્યવસાય કરવો તેવો પ્રશ્ન સતાવી રહ્યો છે ત્યારે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ખાનગી શિક્ષકોની સમસ્યાઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. આ સમસ્યાને લઈને વડોદરા, દાહોદ ,અમદાવાદમાં આવેદનપત્ર આપવામાં આવ્યા છે. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કોરોનાની મહામારીને લઈ અને લોકડાઉન થયું ત્યારથી ખાનગી શાળાના સંચાલકો દ્વારા શાળા બંધ રહેવાને કારણે શાળામાં કામ કરતા શિક્ષકોને માર્ચ મહિનાથી મળવાપાત્ર પગાર ચૂકવેલ નથી કોઈ શાળાએ ૧૦ , ૨૦,૩૦,૪૦, ૫૦ ટકા પગાર ચૂકવે છે અને આટલા પગારથી પરિવારનું ગુજરાત ચાલી શકે તેમ નથી તેમજ કેટલીક શાળાઓ શિક્ષકોને શાળા છોડવા માટે ફરજ પાડી છે. મધ્યમ પરિસ્થિતિ ધરાવતો શિક્ષક હાલ પોતાના પરિવારના ગુજરાન માટે રઝળતો થયો છે અને પોતે નોકરી ગુમાવી બેસે તેવા ભયથી અને ફરી બીજી શાળા તેમને નોકરી પર નહીં રાખે તે ભયથી પોતાના માટે અવાજ ઉઠાવી શકતો નથી અને આત્મહત્યા કરવા માટે મજબૂર બને છે. તો આવી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ખાનગી શિક્ષક વર્ગ દ્વારા સરકારને વિનંતી કરવામાં આવી રહી છે ત્યારે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લઈ ખાનગી શાળાના સંચાલકો કડક શબ્દોમાં અને હંગામી ધોરણે ફરજ પાડવામાં આવે અને મળવાપાત્ર તમામ પૂરો પગાર ચૂકવવામાં આવે ને છુટા કરેલ શિક્ષકોને સત્રનો મળવાપાત્ર તમામ પૂરો પગાર ચૂકવવામાં આવે અને શક્ય હોય તો ફરીથી નોકરી પર રાખવામાં પણ આવે અને વધુમાં રાજય સરકાર કે કેન્દ્રીય સરકારને વિનંતી કરી હતી કે કોઈ ગ્રાન્ટ ફાળવી તેમની જરૂરિયાતો સંતોષે. આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું હતું કે આવા કપરા સમયમાં ખાનગી શિક્ષકોને તમારા કુટુંબના સભ્ય સમજીને અમને ન્યાય આપો જેથી પોતે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે આજે ખાનગી શિક્ષકોની હાલત કફોડી બની ગઈ છે આવી પરિસ્થિતિમાં નવો વ્યવસાય કરવાનું પણ અશક્ય છે. ખાનગી શિક્ષકો દ્વારા સરકારને વિનંતી કરવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે શિક્ષકોને ન્યાય મળે તેવા કોઈ નક્કર પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે. હવે જોવાનું એ રહ્યું કે ઠેરઠેર જગ્યાએ આવેદનપત્ર આપી રહ્યા છે પરંતુ ખાનગી શાળાના શિક્ષકોને ન્યાય મળશે પછી આમ ખાનગી શાળાના શિક્ષક ફર્યા કરે છે એ તો હવે સમય જ બતાવશે પરંતુ હાલ તો ખાનગી શાળાના શિક્ષકોની હાલત ખૂબ જ કફોડી બની ગઈ છે.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

ધોરણ-૧૦નું રિઝલ્ટ આજે જાહેર કરાશે

aapnugujarat

कक्षा-१२ सामान्य प्रवा : अंग्रेजी माध्यम का सबसे अधिक ७४.२० प्रतिशत परिणाम रहा

aapnugujarat

ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારીએ સીદસર સ્થિત મોડેલ સ્કૂલમાં ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને આવકાર્યા

editor

Leave a Comment

UA-96247877-1