Aapnu Gujarat
ગુજરાત

હાલોલમાં કોંગ્રેસ દ્વારા રસ્તાઓની મરામત કરાવવા આવેદનપત્ર સોંપાયું

પંચમહાલ જીલ્લાના હાલોલ નગર અને તાલુકાના જાહેર રસ્તાઓમાં ભુવા અને મસમોટા ખાડાઓ પડી ગયેલ હોય અને રસ્તાઓ તુટી ગયેલ હોય તેની મરામત કરી તાત્કાલિક રીપેર કરવા તેમજ નવીન બનાવવા માટે આવેદન આપવામાં આવ્યું છે. આવેદન પત્રમાં જણાવાયું છે કે, હાલોલ તાલુકા અને નગરપાલિકા વિસ્તારમાં આવેલા રોડ ઉપર ખાડા પડી ગયા છે. હાલોલ કંજરી રોડ, ગોધરા રોડ, વડોદરા રોડ,પાવાગઢ રોડ ઉપર મસમોટા ખાડા પડી ગયેલ છે તેમજ ઠેરઠેર તુટી ગયેલ છે. વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અવાર નવાર અકસ્માત થાય છે અને ઘણાં લોકો ઈજાગ્રસ્ત થતાં હોય છે.હાલોલમાં ભુગર્ભ યોજનાનું કામ વરસાદને લીધે બંધ કરી દેવામાં આવ્યું હતું જેમાં પાઇપલાઈન પણ સરખી રીતે નાંખવામા આવી નથી જેનાં કારણે રસ્તાઓ પર મસમોટા ખાડાઓ પડી ગયેલ છે. સોસાયટી વિસ્તારના રોડમાં પણ ખાડા પડી ગયેલ છે તે રસ્તાઓ રિપેર કરવા માટે પણ આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી રફીક તિજોરીવાલા, હાલોલ શહેર પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, પંચમહાલ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ ગુરુરાજસિંહ ચૌહાણ, એનએસયુઆઇના પ્રમુખ વિશાલ જાદવ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયા એક્ઝિક્યુટીવ, કમિટી મેમ્બર મુક્તિ જાદવ, હાલોલ તાલુકા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ ગજેન્દ્રસિંહ પરમાર, પંચમહાલ જિલ્લા સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ કો-ઓર્ડીનેટર સાજીદવલી એજાજભાઈ શેખ, મુસ્તાકભાઈ, ફારૂકભાઈ, કિર્તી પંચાલ, જશવંતસિંહ ગોળ, વિરેન્દ્રસિંહ ડામોર, ટીનાભાઇ ચૌહાણ વગેરે કોંગ્રેસ પક્ષના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામની ચાર વર્ષીય બાળા એંજલની અદ્‌ભુત યાદ શક્તિ

aapnugujarat

“આત્મનિર્ભર મહિલા શક્તિ સંવાદ” અંતર્ગત કાર્યક્રમ યોજાયો

editor

છોટાઉદેપુર જિલ્લા પોલીસ કામગીરીમાં રૂકાવટ કરતા ઇસમો વિરૂધ્ધ કુલ-૨૦ ગુન્હા નોંધવામાં આવ્યા….

aapnugujarat

Leave a Comment

UA-96247877-1