Aapnu Gujarat
ગુજરાત

છોટાઉદેપુર જિલ્લા પોલીસ કામગીરીમાં રૂકાવટ કરતા ઇસમો વિરૂધ્ધ કુલ-૨૦ ગુન્હા નોંધવામાં આવ્યા….

છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્રારા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસની વૈશ્વિક મહામારીમાં લોકડાઉનનો તથા જાહેરનામાનો ભંગ તેમજ પોલીસની કામગીરીમાં રૂકાવટ કરતા ઇસમો વિરૂધ્ધ કુલ-૨૦ ગુન્હા નોંધવામાં આવ્યા….

                  સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ COVID-19 હાહાકાર મચાવી વૈશ્વિક મહામારી સર્જી છે અને અસંખ્ય માણસોના મોત થયા છે. ભારતમાં પણ કોરોના વાયરસ COVID-19 ની અસરને રોકવા માટે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્રારા સમંગ્ર ભારત દેશમાં ૧૪ એપ્રિલ - ૨૦૨૦ સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરેલ છે... 

જે અન્વયે છોટાઉદેપુર જિલ્લા
પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.ભાભોર નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક એ.વી.કાટકડ છોટાઉદેપુર વિભાગ છોટાઉદેપુર નાઓ દ્રારા જિલ્લાના થાણા અમલદારોને સુચના અને
માર્ગદર્શન પુરૂપાડી કોરોના વાયરસ
COVID-19 નું સંપૂર્ણ લોકડાઉન જિલ્લામાં અમલ થાય તે સારૂ સંપૂર્ણ છોટાઉદેપુર જિલ્લાને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તથા અન્ય જિલ્લાની બોર્ડરના રસ્તાઓ ઉપર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે તથા જીલ્લાની અંદર પણ ચાર રસ્તાઓ તથા બજારોમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને લોકોને કામ સીવાય ઘરની બહાર ન નિકળવાની તથા સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાની સુચનાઓ પોલીસ દ્રારા આપવામાં આવેલ છે છતા પણ કોઇ વ્યકિત બહાર નિકળે તો પોલીસ દ્રારા પ્રેમથી સમઝાવી પરત પોતાના ઘરમાં રહેવા સુચન કરવામાં આવે છે.
કોરોના વાયરસ COVID-19 ના સંપૂર્ણ લોકડાઉનનો ભંગ કરવા બદલ તથા પોલીસની કામગીરીમાં રૂકાવટ કરતા ઇસમો વિરૂધ્ધ જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ઇ.પી.કો કલમ-૧૮૬ તથા ૧૮૮ મુજબ તા.૨૪/૦૩/૨૦૨૦ થી આજદિન સુધી કુલ-૨૦ ગુન્હા દાખલ કરી કુલ- ૪૫ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમા તા.૨૭/૦૩/૨૦૨૦ ના રોજ કરેલ કાર્યવાહીની વિગત નીચે મુજબ છે. (૧) જેતપુર પાવી પો.સ્ટે.માં ઇ.પી.કો કલમ-૧૮૬ તથા ૧૮૮ મુજબ આરોપી (૧) જુબેર મહમંદરફીક કુરેશી (૨) રમેશભાઇ
રણછોડભાઇ બન્ને રહે- જેતપુર પાવી (૩) રમેશભાઇ ખુમાનભાઇ રાઠવા રહે- હીરપરી, પટેલ ફળીયા તા.જેતપુર પાવી (૨) કદવાલ પો.સ્ટે. માં ઇ.પી.કો કલમ-૧૮૮ મુજબ આરોપી (૧) મનોજભાઇ ગોપાલભાઇ રાઠવા રહે. ચુલી બોર ફળીયા
(૩) કવાંટ પો.સ્ટે. માં ઇ.પી.કો કલમ-૧૮૮ મુજબ આરોપી (૧) પ્રવિણભાઈ સુમલાભાઈ રાઠવા રહે.ટીટોડ (૨) ઘોઘાભાઈ લક્ષ્મણભાઈ નાયક રહે.કવાંટ હરીજન વાસ (૩) રમેશભાઈ બચલાભાઈ રાઠવા રહે.કવાંટ આમલી ફળીયા (૪) પ્રદીપભાઈ રતનભાઈ રાઠવા રહે.ઉડવા (૫) રતનસિહ નટવરસિહ રાઠવા રહે.ધનીવાડી તા.કવાંટ જી.છોટાઉદેપુર (૪) નસવાડી પો.સ્ટે. માં ઇ.પી.કો કલમ-૧૮૮ મુજબ આરોપી (૧) નાસીરશા દીવાન રહે. નસવાડી મેમણ કોલોની (૨) યોગેશભાઇ બાબુભાઇ તિવારી રહે. ધામસીયા તા. નસવાડી (૫) સંખેડા પો.સ્ટે. માં ઇ.પી.કો કલમ-૧૮૮ મુજબ આરોપી (૧) બકુલભાઇ વેસ્તાભાઇ ભાભોર રહે. ગોલાગામડી (૨) પંચીભાઇ રમેશભાઇ વણઝારા રહે. બહાદરપુર (૩) જયેશભાઇ પ્રેમલભાઇ તડવી રહે. ગોલા ગામડી (૪) રતનભાઇ વિઠ્ઠલભાઇ તડવી રહે. બહાદરપુર (૫) રતીલાલ જગમાલભાઇ દેસાઇ રહે. માંજરોલ તા. સંખેડા (૬) બોડેલી પો.સ્ટે.માં ઇ.પી.કો કલમ-૧૮૮ મુજબ આરોપી (૧) શાહરૂખ ઉર્ફે નદીમભાઇ સલીમભાઇ સીંધી (૨) મહેમુદ મુનીર કાસમભાઇ શેખ બન્ને રહે.અલીપુરા
(૭) છોટાઉદેપુર પો.સ્ટે. માં ઇ.પી.કો કલમ-૧૮૮ મુજબ આરોપી (૧) મહેબુબભાઇ યુસુભભાઇ મલા રહે.છોટાઉદેપુર સરકીટ હાઉસની બાજુમાં
આમ છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્રારા કોરોના વાયરસ COVID-19 ના સંપૂર્ણ લોકડાઉનનો અમલ કરવા સારૂ રાત દિવસ પોતાની જાનના જોખમે પરીવારની પરવાહ કર્યા વગર લોકોની સલામતી માટે કોરોના વાયરસ જયારે વિશ્વમાં હાહાકાર મચાવી રહયો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લા પોલીસ ખરેખર પ્રજાનો મીત્ર છે એ વાકય સાર્થક કરી બવાવ્યુ છે.

ઇમરાન સિંધી..પાવીજેતપુર

Related posts

मेट्रो रेल को रिवरफ्रन्ट के साथ जोडने दो एलिवेटर तैयार होंगे

aapnugujarat

આજે મહાશિવરાત્રિ પર્વની ઉજવણી

aapnugujarat

અલ્પેશ ઠાકોરને ટક્કર આપવા ઠાકોર સમાજનું નવુ સંગઠન અસ્તિત્વમાં આવ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1