Aapnu Gujarat
ગુજરાત

કડીમાં જાહેર રસ્તાઓની હાલત કફોડી

કડીમાં રસ્તાના કામોમાં તંત્ર એટલી હદે બેદરકારી દાખવી રહ્યું છે કે લોકોનો તંત્ર પરથી ભરોસો ઉઠી ગયો છે અને કડી શહેરના રસ્તાઓના ખાડાને હવે બ્લોકના સહારે રહેવું પડે છે. કડી નગરપાલિકા આ રસ્તાઓની સમસ્યા જાણતું હોવા છતાં કડીનું તંત્ર કોઈ અકસ્માતની રાહ જોઈને બેઠું છે કે પછી કોઈ મોટી ઘટના બનશે ત્યારે કડી નગરપાલિકા આવા રોડનું સમારકામ કરશે હવે તે જોવાનું બાકી રહી ગયું છે. કડીમાં અલગ અલગ વિસ્તારમાં જવાના રસ્તા એટલી હદે બિસ્માર બની ગયા છે કે આ રોડ ખાડારાજમાં ફેરવાઈ ગયા છે તેમાંય હમણાં પડેલા ભારે વરસાદમાં રોડનું ધોવાણ થઈ ગયું હતું. આ રોડ પર ડામરનો ભાંગીને ભુકકો થઈ ગયો હતો. આખા રોડની પથારી ફરી જતા કડીના લોકો મુશ્કેલીમાં મુકાય ગયા હતા.
રાજય સરકાર દ્વારા લોકોની સુખાકારીમાં વધારો કરવા માટે લાખો નહિ પરંતુ કરોડો રૂપિયા આપવામાં આવે છે જો કે, સ્થાનિક અધિકારી અને પદાધિકારીઓની બેદરકારીના લીધે લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે આવો જ ઘાટ કડી તાલુકામાં જોવા મળે છે. કડી શહેર તથા આજુબાજુના ગામડામાં જતા માર્ગોના મુખ્ય રસ્તા ઉપર એક એક ફૂટના ગાબડાં પડી ગયા છે જેથી કરીને આ રસ્તાનો ઉપયોગ કરીને સ્થાનિક લોકો પરેશાન જોવા મળી રહ્યા છે. ચાલુ વર્ષ દરમ્યાન ભારે વરસાદને કારણે જે પડેલા ગાબડાં હતા તે તેને નગરપાલિકા દ્વારા તે રોડ ઉપર થોડા દિવસો પહેલા રોડ ઉપર કાચો માલ રેતી, સિમેન્ટ, કપચી નાંખીને સમારકામ કરવામાં આવ્યું હતું પણ રોડ કોન્ટ્રાક્ટરોના વધતા જતા ભ્રષ્ટાચાર અને બેદરકારીને કારણે થોડા સમય પહેલા પડેલા ભારે વરસાદને કારણે કડીના અલગ અલગ વિસ્તારના રોડ ઉપર ગાબડાં જોવા મળ્યા હતા. રાહદારીઓ અને મુસાફરોની મુશ્કેલી વધી ગઈ છે અને વાહનોમાં નુકસાન થવાની ફરિયાદ ઉઠી રહી છે તેમજ વાહનચાલકો ઉપર જાનનું જોખમ રહે છે. અહીંથી પસાર થવું એટલે સામે ચાલીને અકસ્માતને આમંત્રણ આપવા બરોબર છે. રોડની આવી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં જવાબદાર તંત્રના પેટનું પાણી હલતું નથી તેથી, સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. કડીમાં ભારે વરસાદને કારણે કડીના જાહેર માર્ગો ઉપર નગર પાલિકા દ્વારા રોડ ઉપરના ખાડા પુરવા માટે નગરપાલિકાને હવે બ્લોકનો સહારો લેવો પડ્યો હતો અને તે રોડ ઉપરથી નીકળતા નાના-મોટા વાહનચાલકો જયારે ડિસ્કો ડાન્સ રોડ ઉપરથી નીકળતાં હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. કડી નગર શહેરના જાહેર માર્ગો ઉપર જોવા મળી રહ્યું છે કે આ રોડ ઉપરથી તંત્રના અધિકારીઓ વારંવાર અવર-જવર કરતા હોય છે છતાં પણ તે લોકો આ પડેલા ખાડાઓનો યોગ્ય નિકાલ હજુ સુધી કરી શકયા નથી. છેલ્લા ૪૫ વર્ષથી કડી નગરપાલિકામાં ચાલી આવતું એક તરફી શાસન હોવા છતાં કડીમાં રહેલી જાહેર જનતાને આવી દર વર્ષે પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. કડીમાં કરોડો રૂપિયાના ખર્ચે કડી શહેરમાં લોકાર્પણના કાર્યક્રમો કરવામાં આવે છે પણ તંત્ર દ્વારા કડીની જાહેર જનતા માટે દર વર્ષે આ રોડની આવી પરિસ્થિતિમાંથી ક્યારે બહાર નીકાળવામાં આવશે હવે તે જોવાનું રહ્યું છે.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવાર, કડી)

Related posts

બોડેલીમાં નાયબ મામલતદાર અને સ્ટેમ્પ વેન્ડર વચ્ચેની બબાલનો વિડિયો વાયરલ

aapnugujarat

कांग्रेस सरकार नहीं बनती तब तक नहीं पहनूंगा माला : धनानी

aapnugujarat

સુરતમાં સ્લેબ પડતા બે બાળકોનાં નિપજ્યાં મોત

editor

Leave a Comment

UA-96247877-1