Aapnu Gujarat
ગુજરાત

મહોરમ નિમિત્તે જમાલપુરમાં ફુડ પૅકેટનું વિતરણ કરાયું

હક્ક અને ન્યાય માટે અવાજ બુલંદ કરી માનવતાને બચાવવા માટે હઝરાત ઇમામ હુસેન ( રદી. )એ પોતાના ૭૨ સાથીઓ સાથે શહીદ વહોરી હતી ત્યારે ઇમામ હુસેનના સિદ્ધાંતો લોકોને જાણ અને લોકોને અમલ કરવાની પ્રેરણા મળે તે માટે દર વર્ષે મહોરમ માસમાં તેમને યાદ કરવામાં આવે છે. અમદાવાદ શહેરનાં કેલિકો મિલ બાવલાવવલી કબ્રસ્તાન પાસે અને જમાલપુર સ્મશાન પાસે દર વર્ષની જેમ નિયાઝ ફુડ પૅકેટનું વિતરણ કરવામાં આવતું હોય છે.

આ વર્ષે કોરોના મહામારી પગલે સરકારે આપેલી ગાઈડ લાઇનના લીધે તાઝિયા જુલુસનો કાર્યક્રમ મોકુફ રાખવામાં આવેલ છે એટલે મોટી સંખ્યામાં નિયાઝના ફુડ પૅકેટનું વિતરણ કરી શકાયા નથી એટલે જમાલપુરના સામાજિક કાર્યકર્તા બુરહાનુદ્દીન કાદરીની આગેવાનીમાં અનોખી પહેલ કરવામાં આવી હતી જે અંતર્ગત નિયાઝના ફ્રુટ પૅકેટ ઘરે ઘરે જઈને લોકોને આપવામાં આવી હતાં. આ કાર્યક્રમમાં પોલીસ સમનવય અને શ્રી નિધિ સેવા ટ્રસ્ટના પ્રમુખ (જય માડી) પંકજ પંચાલ, બિંદુબેન, ઈક્વિટાસ સ્મોલ ફાયનાન્સ બેંકના સીએસઆર મેનેજર મિલન વાઘેલા, અમદાવાદ મિત્ર પ્રેસના તંત્ર શહેનાઝ બેન શેખ, સ્વપ્નાદીપ ટ્રસ્ટના પ્રમુખ કેતન ગુપ્તા, સહયોગ માનવ સેવા ફાઉન્ડેશનના પ્રમુખ પ્રવિણ વેગડા, ઝરીયા એ દુઆ ફાઉન્ડેશનના ટ્રસ્ટી બુરહાનુદ્દીન કાદરી, તબ્બસુમ પઠાણના સહયોગથી ફુડ પૅકેટનું વિતરણ અને સફળ આયોજન કરાયું હતું.


(તસવીર / વિડિયો / અહેવાલ :- હિતેશ ગજ્જર, અમદાવાદ)

Related posts

દક્ષિણ-નવા પશ્ચિમ ઝોનમાં પાણીની ગંભીર સમસ્યા યથાવત

aapnugujarat

બોડેલીના કઠમાંડવા ગામની શાળામાં શિક્ષક નશામાં ધૂત ફરજ પર આવતાં સનસનાટી

aapnugujarat

પાનવડ પોલીસે વિદેશી દારૂ સાથે શખ્સને ઝડપ્યો

editor

Leave a Comment

UA-96247877-1