Aapnu Gujarat
રાષ્ટ્રીય

‘ઔદ્યોગિક ક્રાંતિ’ માટે મોદી સરકારનો ૬૫૦૦૦ કરોડનો નેશનલ માસ્ટર પ્લાન

મોદી સરકાર દેશમાં આર્થિક ગતિવિધિમાં તેજી લાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. કોરોનાને કારણે અર્થવ્યવસ્થા પર ખુબ ખરાબ અસર થઈ છે. જ્યાં સુધી કોરોના વેક્સિન ન આવે અને વેક્સિનેશનનો પ્રોગ્રામ મોટા સ્તર પર શરૂ ન થાય, ત્યાં સુધી ઔદ્યોગિક ગતિવિધિમાં તે હદ સુધીની તેજી લાવવી સંભવ નથી. તેનાથી અલગ કે આપણા દેશમાં ટ્રાન્સપોટ્રેશન સિસ્ટમ એટલી નબળી છે કે ઉદ્યોગ જગત માટે કોસ્ટ કટિંગ મોટો પડકાર છે. હવે આ સમસ્યાને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ઔદ્યોગિક ગતિવિધિમાં તેજી લાવવા ટ્રાન્સપોટ્રેશનની સમસ્યાને દૂર કરવા માટે મોદી સરકારે ૬૫ હજાર કરોડનો નેશનલ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. આ માસ્ટર પ્લાન હેઠળ દેશમાં આશરે ૨૦૦ ઇકોનોમિક ઝોન આપસમાં જોડાઇ જશે જેથી ટ્રાન્સપોર્ટ્રેશન સરળ અને ઝડપી બને.
નેશનલ માસ્ટર પ્લાનને લઈને પીએમ મોદીએ ખુદ હાઈ લેવલ બેઠક કરી છે. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે, આગામી પાંચ વર્ષઓમાં ૨૦૦ ઇકોનોમિક ઝોન માટે મલ્ટી મોડલ કનેક્ટિવિટી હેઠળ સરકાર ૬૫ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. કનેક્ટિવિટીના જાળને તે રીતે બિછાવવામાં આવશે કે ઉદ્યોગ જગતને કોસ્ટિંગ અને ટાઇમિંગની બચત થાય.
દેશના અલગ-અલગ શહેરોમાં એગ્રિકલ્ચર, ફિશિંગ, ડિફેન્સ, ક્લસ્ટર, ઇલેક્ટ્રોનિક્સ, ટેક્સટાઇલ અને ફોર્માસ્યુટિકલને લઈને અલગ-અલગ ઇકોનોમિક ઝોન બનેલા છે. રોડ, રેલવે, શિપિંગ અને સિવિલ એવિએશન મિનિસ્ટ્રીએ આ ઇકોનોમિક ઝોનને આપસમાં કનેક્ટ કરવા માટે એક ડીટેલ્ડ કનેક્ટિવિટી રોડમેપ તૈયાર કર્યો છે. આ રોડમેપમાં ધ્યાન રાખવામાં આવ્યું છે કે, આ ઝોન આપસમાં એટલી સારી રીતે કનેક્ટ થાય કે લોકો અને સામાનની અવર-જવર સરળતાથી અને ઓછા સમયમાં થઈ શકે.

Related posts

આધુનિક પૃથ્વી-૨ મિસાઈલનું ફરી વખત સફળ પરિક્ષણ થયું

aapnugujarat

Soros and India

aapnugujarat

મોદી રામ મંદિરનો શિલાન્યાસ કરશે તો તે બંધારણનો અનાદર હશે : ઓવૈસી

editor

Leave a Comment

UA-96247877-1