Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશમાં લૉકડાઉનના પગલે ૨.૬૩ કરોડ લોકો બેકાર થયા

કોરોના વાઇરસના પગલે દેશમાં સંપૂર્ણ લૉકડાઉન જાહેર કરવું પડ્યું એના કારણે બે કરોડ ૬૩ લાખ લોકોએ રોજગારી ગુમાવી હતી. એમાંના એક કરોડ ૭૭ લાખ લોકોએ આ વર્ષના એપ્રિલમાં અને બાકીના ૩૯ લાખ લોકોએ જૂન માસમાં નોકરીઓ ગુમાવી હતી.સેન્ટર ફોર મોનિટરીંગ ઇન્ડિયન ઇકોનોમીના એક સર્વેમાં આ માહિતી આપવામાં આવી હતી.સેન્ટર ફોર મોનિટરીંગ ઇન્ડિયન ઇકોનોમીના રિપોર્ટમાં જણાવાયા મુજબ આ વર્ષના એપ્રિલમાં એક કરોડ ૭૭ લાખ લોકો બેકાર થયા હતા અને ત્યારબાદ જૂનમાં વધુ ૩૯ લાખ લોકોએ નોકરી ગુમાવી હતી. જુલાઇમાં ફરી એકવાર પચાસ લાખ લોકો બેકાર થયા હતા. સેન્ટર ફોર મોનિટરીંગ ઇન્ડિયન ઇકોનોમીએ જણાવ્યું હતું કે સામાન્ય સંજોગોમાં ફરજનિષ્ઠ લોકો નોકરી ગુમાવતા નથી પરંતુ એેકવાર નોકરી ગુમાવે તો તરત પછી સારી નોકરી મળતી નથી. એમાંય આટલી મોટી સંખ્યામાં લોકો રોજગારી ગુમાવે એ દેશના અર્થતંત્ર માટે ચિંતાજનક બાબત ગણાય.સેન્ટર ફોર મોનિટરીંગ ઇન્ડિયન ઇકોનોમીએ જણાવ્યા મુજબ ૨૦૧૯-૨૦માં આમ પણ નોકરીઓ હોવી જોઇએ એના કરતાં એક કરોડ ૯૦ લાખ જેટલી નોકરીઓ ઓછી હતી એટલે કે એટલા લોકો બેકાર હતા. છેલ્લા નાણાંકીય વર્ષમાં નોકરિયાતોની સંખ્યા સરેરાશ કરતાં ૨૨ ટકા ઓછી હતી. જો કે ત્યારબાદ પરિસ્થિતિ થોડી સુધરતી ચાલી હતી અને આ વર્ષના જુલાઇમાં નોકરીની સંખ્યા વધીને ૩૨ કરોડ ૫૬ લાખની થઇ હતી જે આગલા વર્ષના જુલાઇમાં ૩૧ કરોડ ૭૬ લાખ હતી. આમ ગયા વર્ષની સરખામણીમાં નોકરીઓમાં અઢી ટકાનો વધારો નોંધાયો હતો.સેન્ટર ફોર મોનિટરીંગ ઇન્ડિયન ઇકોનોમીના રિપોર્ટ મુજબ એપ્રિલમાં સંપૂર્ણ લૉકડાઉન જાહેર થયા બાદ નાના વેપારીઓ, ફેરીવાળા અને રોજમદાર મજૂરોને ભારે નુકસાન થયું હતું જેની કળ હજુ સુધી વળી નથી. આ ક્ષેત્રમાં ૧૨ કરોડ ૧૫ લાખ લોકો વ્યસ્ત હતા. તેમાંના નવ કરોડ ૧૨ લાખ લોકોને અત્યંત ભારે નુકસાન થયું હતું.

Related posts

राष्ट्रवाद के नाम पर लोगों को कुचल रही हैं सरकार : प्रियंका गांधी

aapnugujarat

પેટ્રોલ-ડીઝલ બાદ CNGમાં ભાવ વધારો

editor

કેરળ સરકાર કૃષિ બિલની સામે સુપ્રિમ કોર્ટનો દરવાજો ખખડાવશે

editor

Leave a Comment

UA-96247877-1