Aapnu Gujarat
રાષ્ટ્રીય

પરિવાર બહારની વ્યક્તિને પાર્ટી અધ્યક્ષ બનાવવામાં આવે : પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધી વાડ્રાએ પાર્ટીની કમાન કોઈ બહારની વ્યક્તિને સોંપવાની વાત કરી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની વાતનું સમર્થન કર્યું છે જેમાં રાહુલે જણાવ્યું હતું કે, ગાંધી પરિવારની બહારની વ્યક્તિને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવે.પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે, લગભગ પત્રમાં તો નહીં પરંતુ તેમણે જણાવ્યું કે હવે અમારામાંથી કોઈ પાર્ટી અધ્યક્ષ બનવો જોઈએ નહીં અને હું તેમની સાથે સહમત છું મને લાગે છે કે પાર્ટીએ પોતાનો માર્ગ પણ શોધવો જોઈએ.આ દાવા ’ઈન્ડિયા ટુમોરો’ નામના પુસ્તકમાં કરવામાં આવ્યો છે. પુસ્તકના લેખક પ્રદીપ ચિબ્બર અને હર્ષ શાહે આને ૧૩ ઓગસ્ટના રોજ પ્રકાશિત કરી હતી. પુસ્તકમાં પ્રિયંકા ગાંધી જણાવે છે કે, એક પાર્ટી અધ્યક્ષ ભલે ગાંધી પરિવારમાંથી ના હોય પરંતુ તે તેમનો ’બોસ’ હોય. જો પાર્ટી અધ્યક્ષ કાલે મને કહે કે ઉત્તર પ્રદેશમાં હવે તમારી જરૂર નથી પરંતુ અદમાન-નિકોબારમાં છે તો હું ખુશી-ખુશી અંદમાન-નિકોબાર જતી રહીશ.૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. આ સાથે જ તેમણે પાર્ટીની બેઠકમાં કથિત રીતે ભાર પૂર્વક જણાવ્યું હતું કે હવે કોઈના બહારની વ્યક્તિને અધ્યક્ષ બનાવવામાં આવે. જો કે ગયા વર્ષે ઓગસ્ટમાં સોનિયા ગાંધીને પાર્ટીના અંતરિમ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

Related posts

बाबरी विध्वंस बरी मामला पर बोले ओवैसी – ‘अदालत की कार्रवाई का काला दिन’

editor

એરસેલ મામલે ચિદમ્બરમની ૨૬મી સુધી ધરપકડ નહીં થાય

aapnugujarat

ભાજપ સરકારને પોતાના કૌભાંડને લીધે ઊંઘ આવતી નથી : ખડગે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1