Aapnu Gujarat
રાષ્ટ્રીય

પેટ્રોલ-ડીઝલ બાદ CNGમાં ભાવ વધારો

પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. ૮ જુલાઈ ગુરૂવારના રોજ ફરીથી પેટ્રોલ ૩૫ પૈસા મોંઘું થઈ ગયું છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૧૦૦.૫૬ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે. બીજી તરફ ડીઝલમાં ૯ પૈસાની વૃદ્ધિ થઈ છે. દિલ્હીમાં ડીઝલનો ભાવ ૮૯.૬૨ રૂપિયા પ્રતિ લીટર છે.
દેશમાં સતત પેટ્રોલ-ડીઝલની કિંમતો વધી રહી છે. સરકાર આંતરાષ્ટ્રીય ભાવો વધવાના કારણને આગળ ધરીને પોતાના હાથ ઉંચા કરી રહી છે. ઉલ્લેખનિય છે કે, આંતરાષ્ટ્રીય સ્તરે પેટ્રોલની કિંમતમાં ૧૫ ટકાનો વધારો થયો છે. જાેકે, મોદી સરકાર પોતાના ટેક્સમાં ઘટાડો કરવા માટે તૈયાર નથી. શહેરના મોટા તમામ શહેરોમાં પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયાને પાર થઈ ગઈ છે પરંતુ મોદી સરકાર ટેક્સ રૂપી મલાઈ ખાવામાં વ્યસ્ત છે.
જ્યારે પેટ્રોલ-ડીઝલની આંતરાષ્ટ્રીય સ્તરે કિંમતમાં ઘટાડો થાય છે તો મોદી સરકાર ટેક્સમાં વધારો કરી નાંખે છે. જાેકે, જ્યારે પેટ્રોલ-ડીઝલના આંતરાષ્ટ્રીય સ્તરે ભાવ વધે છે ત્યારે મોદી સરકાર પોતાના ટેક્સમાં ઘટાડો કરતી નથી. વર્તમાનમાં સામાન્ય લોકોનું જીવન અસહ્ય બની રહ્યું છે.
આસમાને પહોંચી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવની વચ્ચે સીએનજીના ભાવમાં પણ વધારો થતાં સામાન્ય પ્રજાને પડતા પર પાટું છે. અમદાવાદમાં આજે સીએનજીના ભાવ ૬૮ પૈસા પ્રતિ કિલો વધી ગયા છે. તેની સાથે જ અમદાવાદીઓને મોટો ઝાટકો લાગ્યો છે. આ વધારા બાદ અમદાવાદમાં સીએનજીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ૫૫.૩૦ પર પહોંચી ગયો છે.
વર્ષ ૨૦૨૧માં ૧ જાન્યુઆરીથી ૭ જુલાઇ સુધીમાં પેટ્રોલમાં રૂ.૧૬.૨૪ અને ડીઝલમાં રૂ.૧૫.૪૧નો ભાવવધારો થઇ ચૂક્યો છે. જુલાઇ મહિનામાં પેટ્રોલની કિંમતમાં ચાર વાર અને ડીઝલની કિંમતમાં બે વાર વધારો કરાયો છે. આ પહેલાં જૂન મહિનામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૧૬ વાર વધારો કરાયો હતો જેમાં પેટ્રોલ રૂ.૪.૫૮ અને ડીઝલ રૂ.૪.૦૨ પ્રતિલિટર મોંઘાં થયાં હતાં.
કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડયૂટી અને રાજ્યોના વેટએ પેટ્રોલ અને ડીઝલની કિંમતોને આસમાન પર પહોંચાડી દીધી છે. કેન્દ્ર અને રાજ્યો દ્વારા પેટ્રોલ પર ૬૧ ટકા અને ડીઝલ પર ૫૬ ટકા વેરાની વસૂલાત કરાય છે. કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ પર રૂપિયા ૩૨.૯૦ અને ડીઝલ પર રૂપિયા ૩૧.૮૦ પ્રતિલિટર એક્સાઇઝ ડયૂટીની વસૂલાત કરાય છે. તે ઉપરાંત રાજ્યો દ્વારા આ બંને ઇંધણો પર આકરો વેટ વસૂલાતો હોવાથી મોંઘવારીએ ભારતના મધ્યમવર્ગની કમર તોડી નાખી છે.

Related posts

भारत सरकार ने जारी की एडवाइजरी, तुर्की जाने वाले पर्यटक रहें सावधान

aapnugujarat

સલામતી જાેખમમાં હોવાનું જણાવી ગમે ત્યારે કોઈની અટકાયત કરી ન શકાય : સુપ્રીમ

editor

13 राज्यों ने GST संग्रह में कमी को पूरा करने के लिए केंद्र को कर्ज के विकल्प सौंपे

editor

Leave a Comment

UA-96247877-1