Aapnu Gujarat
રાષ્ટ્રીય

શરદ પવારે મોદીને પત્ર લખી સહકારી બેંકોનું ખાનગીકરણ નહીં કરવાની સલાહ આપી

નેશનલ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કો-ઓપરેટિવ બેંકોને બચાવવાની અપીલ કરી છે. પવારે જણાવ્યું છે કે, વડાપ્રધાન પણ આ વાતથી સહમત હશે કે કો-ઓપરેટિવ બેંક ગ્રામીણ અર્થવ્યવસ્થાની કરોડરજ્જૂ સમાન છે.
શરદ પવારે તેમના પત્રમાં કો-ઓપરેટિવ બેંકો પર સરકારની વધી રહેલી દરમિયાનગીરી પર ચિંતા વ્યક્ત કરી છે. પવારે જણાવ્યું છે કે, સહકારી બેંકોના સહકારી ચરિત્ર યથાવત રાખવા જ તો જ આ બેંક ખેડૂતો અને ગ્રામીણ મજૂરોને મદદ કરવાના પોતાના લક્ષ્ય પર સફળ થઈ શકે છે.
શરદ પવારે જણાવ્યું કે, સરકારના સહકારીના બેંકોના ખાનગીકરણ કરવાના પ્રયાસ યોગ્ય નથી. નોંધનીય છે કે, ૧૫ ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાથી પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, મધ્યમ વર્ગના હિતોની રક્ષા માટે સહકારી બેંકોને રિઝર્વ બેંકની દેખરેખ હેઠળ લાવવામાં આવી છે.પવારે વધુમાં જણાવ્યું કે, સહકારી બેંકોમાં નાણાંકીય અનુશાસન જરૂરી છે પરંતુ એવું નથી કે તેમના ખાનગીકરણથી નાણાંકીય ગેરરીતિમાં રાતોરાત અટકી જશે. તેમણે રિઝર્વ બેંકના આંકડાના આધાર પર દાવો કર્યો કે, નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦માં સહકારી બેંકોમાં સૌથી ઓછી છેતરપિંડી થઈ છે.

Related posts

કેનેડામાં સ્ટડી પરમિટ અંગે આવ્યો મહત્વનો ચૂકાદો, લાખો ભારતીય વિદ્યાર્થીઓને થશે ફાયદો

aapnugujarat

पाक ने नहीं स्वीकारी भारत की मिठाई

aapnugujarat

ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદ : ૧૮નાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1