Aapnu Gujarat
શિક્ષણ

પીઓકેમાંથી એમબીબીએસ કરનાર ભારતમાં પ્રેક્ટિસ નહીં કરી શકે

મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ પાકિસ્તાનના કબ્જા વાળા જમ્મુ-કાશ્મરી અને લદ્દાખથી મેડિકલની ડિગ્રી મેળવનાર લોકોને ભારતમાં પ્રેક્ટિસ કરવા પર રોક લગાવી દીધી છે. એમસીઆઇએ એક નોટિસ ઈસ્યૂ કરીને જણાવ્યું છે કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રદેશ ભારતના જ અભિન્ન અંગે છે. પાકિસ્તાને આ સેક્ટરમાં ગેરકાયદેસર કબ્જો જમાવ્યો છે. આથી પીઓકે સ્થિત જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ સ્થિત કોઈ પણ મેડિકલ સંસ્થાને આઇએમસીના ૧૯૫૬ના એક્ટ અંતર્ગત માન્યતાની જરૂર પડશે. અમારા તરફથી પાકિસ્તાનના કબજામાં રહેલા જમ્મુ-કાશ્મીરને આવી કોઈ માન્યતા આપવામાં આવી નથી. ભારતમાં મેડિકલ એજ્યુકેશન સબંધી માપદંડો પર નજર રાખનારી સંસ્થા એમસીઆઇએ વધુમાં જણાવ્યું કે, આથી પીઓકેની મેડિકલ કૉલેજોથી પ્રાપ્ત કરવામાં આવેલ કોઈ પણ ક્વૉલિફિકેશન ભારતમાં રજિસ્ટ્રેશન નહીં મેળવી શકે. આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલયના એક વરિષ્ઠ ઓફિસરને જણાવ્યું કે, આ પગલું એવા સમયે ઉઠાવવામાં આવ્યું છે. જ્યારે પાકિસ્તાનના કબ્જા વાળા કાશ્મીરના એક મેડિકલ કૉલેજથી ડિગ્રી મેળવનારા વ્યક્તિએ જમ્મુ-કાશ્મીરના મેડિકલ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન માટે અરજી કરી હતી.

Related posts

COIS organises Green Cyclothon

aapnugujarat

ધોરણ-૧૨ સાયન્સનું ૭૨.૯૯ ટકા રિઝલ્ટ : ૧૩૬ને A1 ગ્રેડ

aapnugujarat

આઇપીએસ સીબીએસઇ સ્કુલ વિરમગામ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1