Aapnu Gujarat
Uncategorized

પે ટીએમ અને કેવાયસીના નામે ફ્રોડ કરનારા બે શખ્સોની ધરપકડ

રાજ્યમાં આજકાલ ઓનલાઈન છેતરપિંડીના કેસો વધી રહ્યા છે, ત્યારે હાલ એક આવી જ ઘટના સામે આવી છે. પે ટીએમમાં કેવાયસી અપડેટ કરવાના બહાને ફ્રોડ કરનાર ૨ આરોપીઓની સાયબર ક્રાઇમે ધરપકડ કરી લીધી છે. દેશભરમાં ૨૫ લાખથી વધુ લોકોને મેસેજ કરી પોતાના જાળમાં ફસાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, પે ટીએમમાં કેવાયસી અપડેટ કરવાના બહાને ફ્રોડ કરનાર આરોપી સોહિલ સોકતખાન પઠાણ માસ્ટર માઈન્ડ છે. પરંતુ સાયબર ક્રાઇમે અન્ય આરોપી મોહસીન ખાનના બેંક એકાઉન્ટથી સોહિલ ખાન સુધી પહોંચી શકી છે. આ ઘટનામાં સામેલ આરોપી આમ તો માત્ર ૧૨મું ધોરણ પાસ છે.
પરંતુ છેલ્લા ૨ વર્ષમાં તેને ફ્રોડ ગેંગ સાથે મળીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. આરોપી આ કૌભાંડ આચરવામાં પહેલું પગથિયું ચડી રહ્યો હતો તેના મારફતે આખું રેકેટ ચાલતું હતું. આરોપી ગેટવેના મદદથી હોરિઝોન નામની એપની મદદથી ગુજરાત હરિયાણા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઝારખંડ,પંજાબ અને દિલ્‌,હી બિહાર, બંગાળના લોકોને મેસેજ કરતો હતો. આરોપીઓનું કામ પૂરું થઈ જતા અલગ અલગ રાજ્યોના અન્ય આરોપીઓ ભોગ બનનારને ટિમ વ્યુયર ડાઉનલોડ કરાવી તેમના ખાતાની માહિતી જાણી રૂપિયાની છેતરપીંડી કરવામાં આવતી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ ગુજરાતમાં જ ૧ કરોડથી વધુની છેતરપીંડી કરી ચુક્યો છે. સાથો સાથ ૨૫ લાખ લોકોને મેસેજ પણ મોકલી ચુક્યો છે. હાલ પ્રાથમિક તપાસમાં ૨૦૦થી વધારે ગુના આચર્યા હોવાનું સામે આવ્યુ છે. પોલીસને આરોપી પાસેથી ૮ બેંક એકાઉન્ટ ૫૮ લાખ રોકડ રૂપિયા, છેતરપીંડીના રૂપિયાથી લીધેલ કાર, બાઈક અને દુકાન સહિત અન્ય મુદામાલ મળી આવ્યા છે. આરોપીને એક મેસેજ પેટે ૨ રૂપિયા મળતાં હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે હાલ તો ૨૦૦ ગુનાનો ભેદ ઉકેલાયો છે. પણ આ આંકડો હજારોમાં જઈ શકે છે. પોલીસ આ ગેંગના અન્ય માસ્ટર માઈન્ડ ઝારખંડ અને અન્ય રાજ્યોમાં બેઠેલા છે તેમને પકડવા માટે કાર્યવાહી કરી રહી છે. આ મામલે આઈટીને પણ જાણ કરવામાં આવી છે.

Related posts

ભાજપમાં નારાજ લોકો માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે : હાર્દિક

aapnugujarat

જશાપુર ગીર ગામે પાટીદાર એકતા સમિતિની બિનરાજકીય મિટીંગ યોજાઇ

aapnugujarat

કલોલ ૯, દિયોદર ૮, હળવદમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ : જનજીવન ખોરવાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1