Aapnu Gujarat
Uncategorized

જશાપુર ગીર ગામે પાટીદાર એકતા સમિતિની બિનરાજકીય મિટીંગ યોજાઇ

ગીર સોમનાથ જિલ્લાનાં જશાપુર ગીર ગામે પાટીદાર એકતા સમીતિની બિનરાજકીય પણ રાજકીય બાબતોને અનુરુપ જ મહત્વની મિટિંગ યોજાઇ હતી જેમાં જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારનાં સદસ્યથી લઇ સંસદ સુધીનાં આગેવાનોની બહોળી હાજરી હતી જેમાં મહત્વના નિર્ણયોને સ્થાન અપાયુ હતું.
લોકસભાની ચુંટણી નજીક આવતી જાય છે તેમ તેમ વિવિધ વિવિધ સમાજનાં આગેવાનો દ્વારા શકિત પ્રદર્શન કોઇને કોઇ બહાને કરવામાં કોઇ કસર છોડતાં નથી ત્યારે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાનાં જશાપુર ગીર ગામે પાટીદાર એકતા સમિતિની બિનરાજકીય મહત્વની મિટીંગ યોજાઇ હતી જેમાં પૂર્વ સાંસદ મોહનભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાનાં તમામ ગ્રામ્ય વિસ્તારનાં સરપંચો, સદસ્યો, જીલ્લા પંચાયતનાં પ્રમુખ, સદસ્યો, નગરપાલિકાના પ્રમુખ, નગરસેવકો, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સાસંદો, રાજકીય પાર્ટીનાં હોદેદારો, ભાઇઓ તથા બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યાં હતાં જેમાં લેઉઆ પટેલ અને કડવા પટેલ બંન્ને એક કરવા, આગામી દિવસોમાં સમસ્ત પટેલ સમાજના ભવ્ય સમૂહલગ્નોત્સવ યોજવા, સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવો , બેટી બચાવો – બેટી વધાવોનું અભિયાન ચલાવવું, લેઉઆ પટેલ અને કડવા પટેલ એકબીજા સાથે દીકરી વ્યવહારો કરવા, આગામી ચૂંટણીમાં શકિત પ્રદર્શન કરવું, સમાજનાં યુવાનોને વિશેશ મહત્વ આપવું, પાટીદાર સમાજને યોગ્ય દિશા તરફ વાળવો આ સહિતના મુદાઓ સાથે બિનરાજકીય સંમેલનહ યોજાયું હતું. કાર્યક્રમની શરૂઆત પહેલા શહીદોને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.
પાટીદાર સમાજ હૃદયથી એકસાથે રહે તેવા વિચારો સાથે સંમેલન યોજાયું છે. પહેલાના જમાનામાં અંગ્રેજોની નિતી ભાગલા પાડો અને રાજ કરો તેવી નીતી આજના રાજકીય નેતાઓ કરી રહ્યા છે ત્યારે સમાજ રાજકારણના ભોગે વેચાય ન જાય અને પાટીદાર નામે એક થાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે. જૂનાગઢ જીલ્લાની લોકસભાની બેઠકમાં પાટીદારોની વસ્તી ખૂબજ વધારે છે અને પાટીદાર નેતાઓમાં નાનજીભાઈ વેકરીયા , મોહનભાઇ પટેલ, ભાવનાબેન ચીખલીયા, ગોવિંદભાઇ સેખડા આમ ચાર ટર્મથી વધુ પાટીદારોની હતી તેમ છતાં રાજકીય આગેવાનો અન્યોને લડાવે છે જેમની સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવેલ કે જો આગામી દિવસોમાં રાજકીય આગેવાનો પાટીદારોની અવગણના કરશે તો નવા વિચાર સાથે ત્રીજા મોરચા પણ કુદી પડશે.
પાટીદાર સમાજની અંદર બે પેટા જ્ઞાતિઓ છે જેમાં લેઉઆ પટેલ અને કડવા પટેલ આ બંન્નેને કરવાનો નિર્ણય લેવાયો છે જેમાં સંગઠિત, આર્થિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસ થાય તે મુખ્ય હેતુ છે .
પાટીદાર સમાજની એકતા અને સંગઠન વધુ મજબૂત બનાવવા માટે આગેવાનોના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય પંચાયતના સદસ્યથી લઇ સંસદ સુધીના આગેવાનોની ઉપસ્થિતિમાં સમાજનું રાજકીય, સામાજીક સંગઠન મજબૂત બનાવવા માટે પ્રયાસો કરવામાં આવેલ. સમાજના વિચારોમાં રાજકીય વિચારો ન ભેળવવા, ચુંટણી સમયે મંદિરના ઘંટની જેમ ગમે તે રાજકીય પાર્ટી વગાડીને જતા રહે છે ત્યારે સમાજ નામે એક થઇ આગળ કામગીરી શરુ કરાઇ છે. પાટીદાર સમાજમાં યુવાનોને આગળ લાવવાની જરૂર છે અને રાજકારણ સમાજ માટે જરુરી છે દેશના અને સમાજના વિકાસ માટે રાજકારણમાં આવવું જ પડશે.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

કાર્તિક પૂર્ણીમાનો મેળો ૨૩મી સુધી ચાલશે

aapnugujarat

કાંકરેજ તાલુકાના ઇન્દ્રમાણા લગ્ન પ્રસંગે ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રીએ આપી હાજરી

editor

અનુસુચિત જાતિના વિધાર્થીઓના વિશાળ હિતને ધ્યાને લઈ સકારાત્મક નિર્ણયો કરવા બદલ ઋણ સ્વીકાર કાર્યક્રમનું કરવામાં આવ્યુ આયોજન

editor

Leave a Comment

UA-96247877-1