Aapnu Gujarat
મનોરંજન

‘ધનકુબેર’ એક્ટર્સની લિસ્ટમાં અક્ષય છઠ્ઠા સ્થાને

ફોર્બ્સ મેગેઝિને તેની વાર્ષિક યાદી બહાર પાડી છે. જે મુજબ રેસલર અને હોલિવૂડ ફિલ્મ સ્ટાર ડ્‌વેન જોનસન અને ‘ધ રોક’ના નામથી લોકપ્રિય અભિનેતા સતત બીજા વર્ષે સૌથી વધુ વળતર મેળવનાર મેલ એક્ટર્સની લિસ્ટમાં ટોપ સ્થાને રહ્યો છે. જ્યારે ટોપ ૧૦ની વાત કરીએ તો બોલિવૂડનો એકમાત્ર એક્ટર અક્ષય કુમારનું નામ શામેલ છે. રિપોર્ટ પ્રમાણે અક્ષય કુમારે ૧ જૂન ૨૦૧૯થી ૧ જૂન ૨૦૨૦ સુધીમાં ૪૮.૫ મિલિયન ડૉલર એટલે કે લગભગ ૩૬૨ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે તે ફોર્બ્સની યાદીમાં તે છઠ્ઠા ક્રમાંકે છે. મેગેઝિને દાવો કર્યો છે કે, અભિનેતાની મોટાભાગે આવક પ્રોડક્ટ એડોર્સમેન્ટમાંથી આવી છે.
જ્યારે રિપોર્ટ મુજબ જોનસને ૧ જૂન ૨૦૧૯થી ૧ જૂન ૨૦૨૦ સુધીમાં ૮૭.૫ મિલિયન ડોલરની કમાણી કરી. આમાં થ્રીલર ફિલ્મ રેડ નોટિસથી નેટફ્લિક્સ ઇન્ક દ્વારા કમાયેલ ૨૩.૫ મિલિયન ડોલરનો પણ સમાવેશ કર્યો છે. તેણે પોતાની અન્ડર આર્મર ઇંક પ્રોજેક્ટ રોક ફિટનેસ વિયર લાઇનથી પણ કમાણી કરી છે. રેડ નોટિસમાં જોનસનની સાથે અભિનય કરનાર રયાન રેનોલ્ડ્‌સ, મેઇલ એક્ટર માટેની ફોર્બ્સ રેન્કિંગમાં બીજા ક્રમે આવ્યો છે. તેને આ ફિલ્મ માટે ૨૦ મિલિટન ડોલર મળ્યા હતા.
સાથે નેટફ્લિક્સ મૂવી સિક્સ અંડરગ્રાઉન્ડ માટે પણ તેણે ૨૦ મિલિયનની કમાણી કરી હતી. વર્ષ દરમિયાન ૭૧.૫ મિલિનય ડોલરની કમાણી કરી. આ સિવાય એક્ટર અને પ્રોડ્યુસર માર્ક વ્હાલબર્ગ ૫૮ મિલિયન ડોલર સાથે ત્રીજા ક્રમાંકે રહ્યો. જ્યારે ચોથા સ્થાને એક્ટર બેન એફ્લેક(૫૪ મિલિયન ડોલર) અને પાંચમા સ્થાને વિન ડીઝલ રહ્યો. આ સિવાય અક્ષય કુમાર પછી હેમિલ્ટનના નિર્માતા લિન-મેન્યુઅલ મિરાન્ડા, અભિનેતા વિલ સ્મિથ, એડમ સેન્ડલર અને માર્શલ આટ્‌ર્સ સ્ટાર જેકી ચેન હતા.

Related posts

રોહન શ્રેષ્ઠાના પિતાએ આપી શ્રદ્ધા કપૂર સાથે લગ્નની મંજુરી

editor

सुशांत केस में सोई बिहार सरकार को हमने जगाया : तेजस्वी

editor

પ્રાણીઓના રક્ષણના કાયદા કડક બનાવોઃ સિદ્ધાર્થ મલ્હોત્રાની પીએમ મોદીને અપીલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1