Aapnu Gujarat
રમતગમત

ભારત ધોની વગર ૨૦૨૧ ટી૨૦ વિશ્વકપ રમી શકે છે : આકાશ ચોપરા

ટીમ ઈન્ડિયા શું એમએસ ધોની વગર ૨૦૨૧ ટી૨૦ વિશ્વકપ રમી શકે છે. તેના પર ભારતના પૂર્વ ખેલાડી અને કોમેન્ટ્રેટર આકાશ ચોપડાએ કહ્યુ કે, ભારતીય ક્રિકેટ ટીમ ૨૦૨૧ ટી૨૦ વિશ્વકપમાં ધોનીના ખભે વિશ્વાસ કર્યા વગર પોતાના દમ પર આગળ વધી શકે છે. આકાશ ચોપડા જે પૂર્વ ભારતીય બેટ્‌સમેન છે અને વિભિન્ન પ્લેટફોર્મ પર પોતાનો અભિપ્રાય આપે છે અને હવે તે પોતાની યૂટ્યૂબ ચેનલ પર એક્સપર્ટ સલાહ આપતો રહે છે.
આકાશ ચોપડાને એક દર્શકે પૂછ્યુ કે શું ભારતીય ટીમ વર્ષ ૨૦૨૧ ટી૨૦ વિશ્વકપમાં એમએસ ધોની વિના ઉતરી શકે છે. તેના જવાબમાં આકાશ ચોપડાએ પોતાની સહમતિ વ્યક્ત કરી અને કહ્યું કે, ભારતીય ટીમમાં એટલી ક્ષમતા છે કે તે ૨૦૨૧ ટી૨૦ વિશ્વકપમાં ધોની વગર ઉતરી શકે છે. તેણે કહ્યું કે, આ વિશ્વકપ ૨૦૨૧ના અંતમાં રમાશે, જેમાં ધોનીને સામેલ કરવો એક સારો વિચાર હશે નહીં.
આકાશ ચોપડાએ કહ્યુ કે, ઈમાનદારીથી કહું તો મને તેમ લાગે ચે કે આપણે તેના વગર મેનેજ કરી શકીએ છીએ, કારણ કે આપણે ૨૦૨૧ની વાત કરીએ છીએ. પરંતુ તેણે કહ્યું કે, તેનું ટીમમાં રહેવું અનુભવ પ્રમાણે ખુબ સારૂ રહેશે, પરંતુ શું ધોની ત્યાં સુધી ક્રિકેટ રમવા ઈચ્છશે. આકાશ ચોપડા પ્રમામે ધોની ભારત માટે વધુ રમવા તૈયાર નથી. તેણે કહ્યું કે, ૨૦૨૧નો વિશ્વકપ ભારતમાં રમાશે અને તમે જરૂર ઈચ્છશો કે ધોની ટીમમાં રહે અને રમે, પરંતુ પહેલી વાત છે કે શું ધોની રમવા ઈચ્છે છે. હું એક તૂટેલા રેકોર્ડની જેમ કહેવા માગુ છું કે, તે હવે રમવા ઈચ્છતો નથી.

Related posts

હવે વિરાટ કોહલી જીનિયસ ક્રિકેટર છે : જાવેદ મિંયાદાદ

aapnugujarat

યુએસ ઓપન : વિનસની ક્વીટોવા પર થ્રીલર જીત

aapnugujarat

આઈપીએલ : ૧૫૦ મેચમાં ધોનીએ હજુ કેપ્ટનશીપ કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1