Aapnu Gujarat
ગુજરાત

ડુંગરવાટ ચોકડી પાસેથી ૩૪ હજારના દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરાઈ

પાવીજેતપુર પોલીસ દ્વારા બાતમી આધારે ડુંગરવાટ ચોકડી ઉપર વોચ ગોઠવી ૩૪૧૧૦/- વિદેશી દારૂ લઇ જતાં એક ખેપિયાની મારુતિ વાન સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર પોલીસને બાતમી મળી હોય જેના આધારે પીએસઆઇ પરમારે પોતાના સ્ટાફ સાથે પાવીજેતપુર તાલુકાના ડુંગરવાટ ચોકડી ઉપર નાકાબંધી કરી વોચ ગોઠવવામાં આવી હતી. તે સમયે ચોકડી ઉપર એક મારુતિ વાન ગાડી દૂરથી આવતા જોઈ પોલીસ સ્ટાફ સજાગ થઈ ગયો હતો. પોલીસે હાથ કરવા છતાં ગાડી ઉભી ન રાખી પોતાની ગાડી ભગાડવાનો દારૂ ખેપિયાએ પ્રયાસ કર્યો હતો જેનો પાવીજેતપુર પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી એક શખ્સને વિદેશી દારૂ સાથે ધરપકડ કરી હતી.
પીએસઆઇ પરમારે ગાડીનું ચેકઅપ કરતા ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૧૪૨ જેની કિંમત રૂપિયા ૩૪,૧૧૦, એક મોબાઇલ કિંમત રૂપિયા ૨૦૦૦ તથા મારુતિ ઓમની વાન ગાડીની કિંમત રૂપિયા ૧,૫૦,૦૦૦/- મળી કુલ કિંમત ૧,૮૬,૧૧૦/- ના મુદ્દામાલ સાથે આરોપી જશવંત અદેશીંગભાઈ બારીયાને પકડી પાડી તેને કવોરંટાઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જ્યારે અન્ય એક આરોપી રાજુ રાઠવાની ધરપકડ કરવાની હજુ બાકી છે.
(અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

ઉત્તર ગુજરાતમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિને અનેક કાર્યક્રમો

editor

एसजी हाईवे पर ट्रकचालक की लापरवाही से महिला की घटनास्थल पर ही मौत

aapnugujarat

ભાજપના શાસનમાં ખેડૂતો રજૂઆત કરી જ શકતા નથી : ભરરતસિંહ સોલંકી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1