Aapnu Gujarat
ગુજરાત

ભાજપના શાસનમાં ખેડૂતો રજૂઆત કરી જ શકતા નથી : ભરરતસિંહ સોલંકી

અમુક ગામોમાં જઈને બુથ સમિતિના સભ્યો સાથે મુલાકાત કર્યા બાદ કોંગ્રેસ પક્ષના સંગઠન અને વિધાનસભાની ચૂંટણી-૨૦૧૭ને ધ્યાનમાં લઈ ત્રણ દિવસીય પ્રવાસના પ્રથમ દિવસે અમરેલી જિલ્લામાં સમાવિષ્ટ બાબરા-લાઠી, અમરેલી, સાવરકુંડલા અને ધારી વિધાનસભા મત વિસ્તાર ઉપસ્થિત જિલ્લા સંગઠનના પદાધિકારીઓ, જિલ્લા-તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યઓ, હોદ્દેદારઓ, સ્થાનિક આગેવાનો-કાર્યકરોને બુથ મેનેજમેન્ટ અને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, સોનિયા રાહુલ એ ફરીથી પ્રમુખ બનાવ્યો અને આપના દર્શન બદલ આભાર. ૨૨ વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકાર છે. કોંગ્રેસ ગુજરાતમાં ૧૯૪૭થી મુંબઈ ૧૯૬૦ ગુજરાતની રાજયની સ્થાપના થઈ હતી. ભાજપના શાસનમાં સામાન્ય માણસ, ખેડુતો પોતાની મુશ્કેલીઓની રજુઆત પણ કરી શકતો નથી. જ્યારે કોંગ્રેસના શાસનમાં સામાન્ય માણસ, ગરીબ હોય કે પછી ખેડુત પોતાની મુશ્કેલીઓની રજુઆત કરી શકતો હતો. ૬૦ વર્ષના કોંગ્રેસના શાસનમાં શાળા, રસ્તાઓ, પંચાયત ઘર, વગેરે આપ્યું. જુના અંગ્રેજો ગયા અને નવા અંગ્રેજો આવ્યા હોય એવું રાજ ભાજપ સરકારે ચલાવે છે. ભાજપ સરકારની જોહુકમી, દાદાગીરીની પરકાષ્ટા પહોંચી ગઈ છે. પોતાના પ્રશ્નો માટે આંદોલન કરતાં આદોલનકારીઓ પર પોલીસતંત્રનો દુરપોયગ ભાજપ સરકાર કરી રહી છે. મક્કમ નિર્ધાર અને ચોક્કસ દિશામાં જવાનું છે. ગાંધીનગરમાં બેઠેલી સરકારના ગરીબ સામાન્ય માણસ ખેડુત વગેરેને રજુઆત કરવી હોય તો તે માટે પણ સચિવાલયના દરવાજા બંધ છે. જ્યારે કોંગ્રેસના શાસનમાં ગરીબ-સામાન્ય માણસો-ખેડુત લોકો માટે સચિવાલયના દરવાજા હંમેશા ખુલ્લા રહેતા હતા. ખેડુતોના ટેકાના ભાવ, કપાસ, સીંગતેલ, અનાજ, ખાતર, પુરતી વિજળી મળે છે કેમ કોંગ્રેસના શાસનમાં કન્યા કેળવણી મધ્યાહન ભોજન, મનરેગા યોજના હેઠળ લઘુત્તમ વેતનધારા હેઠળ કામ મળતું હતું. કોંગ્રેસ અગામી વિધાનસભાની ચૂંટણીમાં શિક્ષણ, ખેતી, મોંઘવારી, રોજગારી પીવાનું પાણી, કાયદો વ્યવસ્થા સહિતના મુદ્દે લડત આપશે. કોંગ્રેસની સરકાર એટલે આપણી સરકાર. અમરેલી જિલ્લામાં કોઈ મોટી હોસ્પિટલ નથી. ૬૦ વર્ષના કોંગ્રેસના શાસન પછી ૨૨ વર્ષના શાસનમાં ભાજપ સરકારે શું કર્યું. આપણુ બુથ મેનેજમેન્ટ મજબુત બનાવવાનું છે. અતિવૃષ્ટિમાં અમરેલી જિલ્લાને ભાજપવાળા દાદ નહોતા આપતા. પરેશભાઈ વિરજીભાઈ એ ઝુંબેશ ઉપાડી ત્યારે અહીં આવવાનો અવસર મળ્યો હતો. અમરેલી જિલ્લાના સંમેલન વખતે આવવાનું થયું હતું તેને યાદ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયત ૩૪માંથી ૨૯ બેઠક મળી હતી અને તાલુકા પંચાયત ૧૧માંથી ૯ બેઠક મળી હતી તે બદલ અભિનંદન આપ્યા હતા. બુથ વાત કરવા આવ્યા હતા પરંતુ અહીં બુથ મેનેજમેન્ટ સારૂ છે. પરંતુ પરેશભાઈની લીડ વધે તે જરૂરી છે. અમરેલી વિધાનસભામાંથી જે વાવાઝોડુ ફુંકાય તે ચારે જિલ્લામાં ફરી વળે અને કોંગ્રેસનો જય જયકાર થાય તે માટે વિનંતી. સુચન પ્રમાણે દરેક બુથ દીઠ ૨૫૦ કુટુબમાંથી ૧૦૦૦ મતદાર ૨૫૦ કુટુબમાંથી ૧૦૦૦ મતદાર ૨૫૦ કુટુબ વ્યક્તિદીઠ ૨૫ કોંગ્રેસને ફંડ આપીને જુવાળ ઉભો થાય. જીવરાજ મહેતા કોંગ્રેસે સૌરાષ્ટ્રના પહેલા મુખ્યમંત્રી આપ્યા હતા. સૌરાષ્ટ્ર સંતો વીરભૂમિ છે. કોંગ્રેસ અમરેલીમાં ત્રણ ડેમ બાંધ્યા હતા. નગરપાલિકામાં સારી કામગીરી થઈ રહી છે. સમગ્ર ગુજરાતમાં અમરેલી નગરપાલિકા જેવી કોઈ નગરપાલિકાએ કામ કર્યું નથી.

Related posts

महिलाओं के कपडे देखना कांग्रेस का संस्कार : आनंदी बेन

aapnugujarat

મા નર્મદા રથનું સાતમા દિવસે તિલકવાડા તાલુકાના ૧૩ ગામોમાં કરાયુ ઉષ્માભર્યુ સ્વાગત

aapnugujarat

पत्नी ने शारीरिक संबंध का मना करने पर पति का हमला

aapnugujarat

Leave a Comment

UA-96247877-1