Aapnu Gujarat
ગુજરાત

મા નર્મદા રથનું સાતમા દિવસે તિલકવાડા તાલુકાના ૧૩ ગામોમાં કરાયુ ઉષ્માભર્યુ સ્વાગત

તા.૬ ઠ્ઠી સપ્ટેમ્બર, ૨૦૧૭ થી પ્રારંભાયેલી અને મા નર્મદા મહોત્સવનો સંદેશ ધર ધર સુધી પહોંચાડનારી, મા નર્મદા રથયાત્રા તેના સાતમાં દિવસે નિયત કાર્યક્રમ અનુસાર તિલકવાડા ગામના ૧૩ ગામોમાં ફરી હતી. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના મોરા, ઉતાવળી, જલોદરા, પીંડોલી, આમલીયા, ભાવપુરા, માંગુ, કારેલી, સેવાડા, ફતેપુર, વોરા, લીમપુર અને બુજેઠા ગામે નર્મદા રથનું ગ્રામીણજનોએ શ્રીફળ-કળશ સાથે ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. સ્થાનિક પ્રજાજનોએ મા નર્મદા મૈયાની આરતી ઉતારી, તેમના આશીર્વાદ લઇ ભાવપૂર્વક વધામણાં કર્યા હતા.

નર્મદા રથના સાતમા દિવસે રથના નિયત રૂટ ઉપર ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા આયોગના ડીરેક્ટર શ્રીમતી ભારતીબેન તડવી, ડૉ.દર્શનાબેન દેશમુખ, અગ્રણી કાર્યકરો સર્વશ્રી મહેન્દ્રભાઇ તડવી, શ્રી બાલુભાઇ બારીયા, શ્રી વલ્લભભાઇ જોશી, શ્રી ભાઇલાલભાઇ, શ્રી હિરેનભાઇ, શ્રીમતી શારદાબેન તડવી સહિત સ્થાનિક સરપંચો અને તાલુકા/જિલ્લા પંચાયતના સદસ્યો, જિલ્લા રજિસ્ટ્રાર શ્રી એન.ડી.માહલા, ફરજ નિયુક્ત અધિકારીઓ, કર્મચારીઓ, માહિતી વિભાગની ટીમ, સ્થાનિક ગ્રામીણજનો વિગેરેએ ઉપસ્થિત રહી, તેમની ભૂમિકા અદા કરી હતી. નિયત કાર્યક્રમ અનુસાર દિવસાંતે નર્મદા રથયાત્રાના સમાપન સ્થળે ખેડૂત સભા, ગ્રામજનોની સભાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યાં જુદી જુદી સરકારી કચેરીઓના અમલીકરણ અધિકારીઓ દ્વારા યોજનાકિય જાણકારી, સાહિત્ય વિગેરે પણ ગ્રામીણજનોને ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

નર્મદા જિલ્લા કલેક્ટર શ્રી આર.એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ તિલકવાડા તાલુકામાં સફળતાપૂર્વક આગળ વધી રહેલા માં નર્મદા રથયાત્રા આઠમા દિવસે એટલે કે તા.૧૩/૯/ર૦૧૭નાં રોજ નાનાવોરા, સાહેબપુરા, ઉમેદપુરા, નમારીયા, શાહપુરાટેડિયા, ફતેપુર વનમાલ, કુકરેજ, ખુશાલપુરા, કાકડીયા, હિમ્મતપુરા, વનમાલા, જેસંગપુરા અને વજેરીયા ખાતે પહોંચશે.

Related posts

ઈન્ડિયન લાયન્સ ગાંધીનગર દ્વારા માસ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો

editor

ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ : દાંતીવાડામાં ૧૪ ઇંચ

aapnugujarat

તક્ષશિલા અગ્નિકાંડ : બિલ્ડીંગ દસ્તાવેજમાં ચોથો માળ ન દર્શાવ્યાનો રિપોર્ટમાં ઘટસ્ફોટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1