Aapnu Gujarat
ગુજરાત

ઈન્ડિયન લાયન્સ ગાંધીનગર દ્વારા માસ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર સેક્ટર ૧૩ ખાતે મહાત્મા ગાંધી મંદિર સામે રેલવે સ્ટેશનની બાજુ પર આવેલ વસાહતમાં ઈન્ડિયન લાયન્સ ગાંધીનગર સ્વર્ણિમ કલબ દ્વારા આજે તા. ૨૯-૧૦-૨૦૨૦ના રોજ કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખી જાગૃતિ કાર્યક્રમ તેમજ માસ્ક વિતરણ કાર્યક્રમ યોજાઈ ગયો હતો. આ કાર્યક્રમમાં પ્રમુખ રાધેશ્યામ યાદવ દ્વારા કોરોનાથી બચવાના ઉપાયો જણાવ્યા હતા અને જો કોઈ વ્યક્તિને કોરોના થઈ જાય તો ઉકાળો કેવી રીતે બનાવી પીવો તેમજ પતંજલિની કોરોલીન દવા કેટલી ઉપયોગી છે તે અંગેની સમજ આપવામાં આવી હતી અને કેવી રીતે તેનો ઉપયોગ કરવો તે પણ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપપ્રમુખ ડૉ ગુલાબચંદ પટેલ (સામાજિક કાર્યકરસ નશા મુક્તિ અભિયાનના પ્રણેતા તેમજ મહિલાઓ માટે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ પ્રોગ્રામ યોજનાર, પૂર્વ ઓફિસ સુપ્રિટેન્ડેંટ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી ઓફિસ અને મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગરના અધ્યક્ષ) દ્વારા બાળકોને કોરોના વિશે સમજણ આપી હતી. ઘરે બેસી અભ્યાસ કરવા જણાવ્યું હતું અને કોરોના વાયરસ મહામારીથી બચવા માટે કેવી સાવચેતી રાખવી તેની પણ સમજણ આપી હતી. આ પ્રસંગે પ્રમુખ રાધેશ્યામ યાદવ, ઉપ પ્રમુખ ડૉ ગુલાબચંદ પટેલ, મંગળસિંહ સોલંકી ઉપ પ્રમુખ, કાંતિભાઈ પટેલ એડવોકેટ, મહેન્દ્રભાઈ ચૌહાણ દ્વારા બાળકો અને વડીલોને ફ્રી માસ્ક વિતરણ કરાયા હતાં. બાળકોને ચોકલેટનું પણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સહકાર પુરો પાડનાર સૌનો કાંતિભાઈ પટેલ એડવોકેટ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ડૉ. ગુલાબચંદ પટેલ
ઉપ પ્રમુખ ઈન્ડિયન લાયન્સ ગાંધીનગર સ્વર્ણિમ કલબ

Related posts

રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટનો ચુસ્ત અમલ જારી છે : વિભાવરીબેન દવે

aapnugujarat

કોંગ્રેસની નબળી કડીઓને શોધવા ભાજપના પ્રયાસો શરૂ

aapnugujarat

વાયુસેના-મોદીનો ચારેબાજુ જય જયકાર : ખુશીનું મોજુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1