Aapnu Gujarat
રમતગમત

કોરોના ગાઇડલાઇન / BCCIનો 100 પેજનો SOP જારી

BCCIએ રવિવારે ઘરેલૂ ક્રિકેટને ફરી શરૂ કરવા માટે સ્ટેટ ક્રિકેટ એસોસિએશન્સને એક SOP જારી કરી હતી. ટ્રેનિંગ શરૂ કરતા પહેલા ખેલાડીઓએ કંસેંટ ફોર્મ એટલે કે સહમતિ પત્ર પર સહી કરવી પડશે. આ ઉપરાંત 60 વર્ષથી વધુ ઉંમરના ગ્રાઉન્ડ સ્ટાફ, અમ્પાયરો, અધિકારીઓ અને કોચને ટ્રેનિંગ કેમ્પમાં સામેલ થવાની મંજૂરી મળશે નહિ. કંસેંટ ફોર્મ પાછળ બોર્ડનો ઉદ્દેશ એ છે કે, ખેલાડીઓ ફરીથી ટ્રેનિંગ શરૂ કરે તે પહેલા તેમને તેમાં સામેલ જોખમો વિશે ખબર હોવી જોઈએ.

100-પેજના SOPમાં BCCIએ કોરોનાને ધ્યાનમાં રાખીને ફરીથી ટ્રેનિંગ માટે જરૂરી બધી બાબતોને આવરી લીધી છે. આમાં
જિમ, ફિઝીયોથેરાપી અને મેડિકલ પ્રોટોકોલ્સ શામેલ છે. અને ઉપરાંત, મેદાનમાં પાછા ફરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે તેની પણ જાણકારી છે.

BCCIના SOPના મુદ્દા

-કેમ્પ શરૂ થતા પહેલા મેડિકલ ટીમ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફની છેલ્લા 2 અઠવાડિયાની ટ્રાવેલ અને મેડિકલ હિસ્ટ્રી જાણી લે.
-કોઈપણ ખેલાડી અને સ્ટાફમાં કોરોનાના લક્ષણ જણાય તો તેમને PCR ટેસ્ટ કરાવવો પડશે. તેમાં ત્રણ દિવસની અંદર 2 વાર
ટેસ્ટ કરાવવો પડશે.
-બંને ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ જ ખેલાડીઓને કેમ્પમાં સામેલ કરવામાં આવશે.
-ખેલાડીઓએ સ્ટેડિયમમાં N-95 માસ્ક પહેરવો પડશે. પરંતુ તેમાં રેસ્પિરેટર ન હોવું જોઈએ.
-ટ્રેનિંગ દરમિયાન અને જાહેર સ્થળોએ જતાં સમયે ખેલાડીઓને ચશ્મા પહેરવાનું કહેવામાં આવ્યું છે.
-ટ્રેનિંગ શરૂ કરતા પહેલા ખેલાડીઓ માટેના વેબિનાર રાખવા આવે. આમાં, મુખ્ય તબીબી અધિકારીએ તેમને કોરોના પ્રોટોકોલ
વિશે માહિતી આપવી પડશે.
-ખેલાડીઓને સ્ટેડિયમ આવવા-જવા માટે તેમની પોતાની ગાડીઓનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે.
-ICC દ્વારા થૂંક પર પ્રતિબંધ બાદ ઘરેલૂ ક્રિકેટમાં પણ તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
-ખેલાડીઓની સુરક્ષા સ્ટેટ એસોસિએશન્સની જવાબદારી

બોર્ડે સ્ટેટ ક્રિકેટ એસોસિએશનોને જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાની સ્થિતિ અનુસાર આ ગાઇડલાઇન બદલાતી રહેશે. બધા
સંગઠનોએ તેનું પાલન કરવું પડશે. અને કોઈપણ પ્રકારની તાલીમ અથવા પ્રેક્ટિસ શરૂ કરતા પહેલા, તમામ ક્રિકેટ એસોસિએશનોને સ્થાનિક વહીવટની મંજૂરી લેવી પડશે. સ્ટેટ ક્રિકેટ એસોસિએશનો ખેલાડીઓ, સ્ટાફ અને હિસ્સેદારોની સલામતી માટે જવાબદાર રહેશે. તેમજ IPLમાં ખેલાડીઓના 4 કોરોના ટેસ્ટ લેવામાં આવશે

BCCIએ IPL માટે પણ SOP તૈયાર કર્યું છે. ફ્રેન્ચાઇઝને આ અઠવાડિયે રજૂ કરવામાં આવશે.

14 દિવસમાં ખેલાડીઓના 4 કોરોના ટેસ્ટ થશે. તેમજ આ સિવાય ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓની સંખ્યા નિયંત્રિત કરવામાં આવશે. અને ફક્ત ખેલાડીઓ જ નહીં, પરંતુ તેમની પત્ની, ગર્લફ્રેન્ડ્સ અને ફ્રેન્ચાઇઝ માલિકોએ પણ બાયો સિક્યુર પ્રોટોકોલને અનુસરવું પડશે. કોઈ પણ સંજોગોમાં તેને તોડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. એકવાર બાયો સિક્યુર બબલમાં આવી ગયા પછી, કોઈ પણ તેની બહાર જઈને ફરીથી ટીમમાં જોડાશે નહીં.

Related posts

पाक के खिलाफ गर्मियों में होने वाली सीरीज के लिए 3 बल्लेबाज सुनिश्चित : पोंटिंग

aapnugujarat

કપિલ દેવ અને શ્રીનાથની ક્લબમાં સામેલ થયો ઉમેશ યાદવ

aapnugujarat

વિરાટ કોહલી હાલ ૧૫ લાખ મહિને ભાડાનાં મકાનમાં રહે છે : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1