Aapnu Gujarat
રમતગમત

કપિલ દેવ અને શ્રીનાથની ક્લબમાં સામેલ થયો ઉમેશ યાદવ

ઉમેશ યાદવની શાનદાર બોલિંગની મદદથી ભારતે રવિવારે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝને ૧૨૭ રનમાં જ ઓલઆઉટ કરી દીધું હતું. ઉમેશ યાદવે ગેબ્રિયલને આઉટ કરવાની સાથે બીજી ઈનિંગમાં ચોથી વિકેટ લીધી હતી. આ રીતે તેણે મેચમાં ૧૦ વિકેટ ઝડપી હતી. ઉમેશ યાદવે મેચમાં ૧૩૩ રન આપીને ૧૦ વિકેટ લઈ ટેસ્ટ ક્રિકેટનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.ઉમેશ યાદવ ભારતમાં રમતી વખતે ટેસ્ટમાં ૧૦ વિકેટ લેવાનાની સિદ્ધી મેળવનારો ત્રીજો ભારતીય ફાસ્ટ બોલર બની ગયો છે. કપિલ દેવે ૧૯૮૫માં ચેન્નઈમાં પાકિસ્તાન સામે અને ૧૯૮૩માં અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝ સામે આ કારનામું કર્યું હતું.જ્વાગલ શ્રીનાથે ૧૯૯૯માં કોલકાતામાં પાકિસ્તાન સામે ટેસ્ટમાં ૧૩ વિકેટ લીધી હતી. જે બાદ ૧૯ વર્ષે ભારતીય બોલરે ઘરઆંગણે આવી સિદ્ધી મેળવી હતી.ટેસ્ટ મેચમાં ૧૦ કે તેથી વધારે વિકેટ લેનારો ઉમેશ યાદવ ભારતનો ૮મો ભારતીય ફાસ્ટ બોલર છે. આ પહેલા કપિલ દેવ, ચેતન શર્મા, વેંકટેશ પ્રસાદ, જવાગલ શ્રીનાથ, ઈરફાન પઠાણ, ઝહીર ખાન, ઈશાંત શર્મા આ કારનામું કરી ચુક્યા છે. કપિલ દેવ અને પઠાણ બે-બે વખત આ સિદ્ધી મેળવી હતી.ઉમેશ યાદવ અત્યાર સુધીમાં ૪૦ ટેસ્ટમાં ૩૨.૮૫ની સરેરાશથી ૧૧૭ વિકેટ ઝડપી ચુક્યો છે.

Related posts

वेस्ट इंडीज के लिए टीम इंडिया रवाना, कुंबले नहीं गए

aapnugujarat

આવતીકાલે રાજસ્થાન-મુંબઈ વચ્ચે દિલધડક મેચ

aapnugujarat

બીસીસીઆઈ ઓફિસમાં ઇન્કમ ટેક્સની તપાસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1