Aapnu Gujarat
રાષ્ટ્રીય

જાણો અનલૉક 3માં શું ખુલવાની શક્યતા?

કોરોના વાઇરસના કહેર અને લોકડાઉન બાદ અનલોક 1 જારી કરવામાં આવ્યુ હતું અને ત્યાર બાદ અનલોક 2 લાગુ છે. અનલોક-2 31 જુલાઇના રોજ પૂર્ણ થવા જઇ રહ્યુ છે તેવામાં અનલોક-3 માટે મંત્રાલયોમાં પરામર્શ શરૂ થઈ ગયા છે.

1 ઓગસ્ટથી દેશભરમાં અનલોક-3 લાગુ થઈ શકે છે. સૂત્રો અનુસાર જાણવા મળ્યુ કે, અનલોકના 3માં થિયેટર ખોલવાનો પ્રસ્તાવ છે અને આ પ્રસ્તાવને ગૃહમંત્રાલયને મોકલવામાં આવ્યો છે. ગૃહમંત્રાલય આ સંબંધે આગળ નિર્ણય કરશે.

સૂત્રોના જણાવ્યાનુસાર, કેન્દ્ર સરકાર ઓગસ્ટથી અનલૉક-3ની જાહેરાત કરીને કેટલીક છૂટછાટ આપી શકે છે. ખાસ કરીને અનલૉક-3માં મલ્ટિપ્લેક્સ, સિંગલ સિનેમા હૉલ અને જિમ ખોલવાની મંજૂરી મળી શકે છે. જો કે દેશભરની સ્કૂલો અને મેટ્રો સેવા પહેલાની જેમ જ બંધ રહેશે.

અનલૉક-3માં દેશભરની સ્કૂલો અને મેટ્રો સેવા પહેલાની જેમ જ બંધ રહેશે. દેશમાં સ્કૂલો ફરી શરૂ કરવા મુદ્દે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે તમામ રાજ્યો સાથે બેઠક પણ યોજી હતી. માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલે કહ્યું હતું કે, આ મુદ્દે અમે કેટલાક વાલીઓ પાસેથી સૂચનો લીધા છે, પરંતુ તેઓ સ્કૂલો ખોલવાની તરફેણમાં નથી.


મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ પણ કબૂલ્યું હતું કે, ‘થિયેટરો ખોલવા અમે ગૃહ મંત્રાલયને પ્રસ્તાવ મોકલી દીધો છે.’ સિનેમા હૉલ માલિકો 50% ટિકિટ વેચાણ કરીને થિયેટરો શરૂ કરવા તૈયાર છે, પરંતુ સરકાર ફક્ત 25% ટિકિટ વેચાણ સાથે મંજૂરી આપવા માંગે છે. જોકે, દેશના અનેક સિનેમા હૉલ માલિકો 25% ક્ષમતા સાથે થિયેટરો ખોલવા તૈયાર નથી.


સૂત્રોના જણાવ્યાનુસાર, ગૃહ મંત્રાલય અનલૉક-3માં ઓછી ક્ષમતા સાથે જિમ ખોલવાની મંજૂરી આપવા તૈયાર છે, ઉલેખનીય છે કે કોરોનાના વધતા સંક્રમણને રોકવા માટે માર્ચ મહિનામાં આખા દેશમાં લોકડાઉન લાગ્યું હતું. જે જૂન મહિના સુધી ચાલ્યું. 30 જૂનના રોજ અનલોક 1ની અંતર્ગત કોરોના સંકટના લીધે લગાવામાં આવેલા લોકડાઉનમાં ઢીલ આપી હતી. જેમાં આર્થિક પ્રતિબંધોને ખોલાયા. ત્યારબાદ એક જુલાઇથી અનલોક-2 શરૂ થયું. જે 31મી જુલાઇના રોજ ખત્મ થવા જઇ રહ્યું છે.

Related posts

સટ્ટાબજાર : ભાજપ ૨૫૦ કરતાં વધુ બેઠકો પર જીતશે

aapnugujarat

મહારાષ્ટ્ર સરકાર ઘરે-ઘરે જઇને કોરોના વેક્સિન આપશે

editor

છત્તીસગઢમાં નક્સલવાદીના હુમલામાં બે જવાનો શહીદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1